નગરના આદર્શ સ્મશાનમાં લાકડા સંચાલિત અગ્નિદાહ ગૃહ માટે રુ.7.51 લાખનું દાન

  • April 25, 2021 01:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારીનો સામનો કરી રહયું છે. જેના કારણે અસંખય લોકો રોજબરોજ મોના મુહમાં ધકેલાઇ રહયા છે, જેના કારણે જામનગરમાં આવેલ સ્મશાન (સોનાપુરી)માં અનેક મૃતદેહો આવી રહયા છે અને કલાકો સુધી અગ્નીદાહ માટે મૃતકોના પરિવારજનોએ રાહ જોવી પડે છે આવી પરિસ્થીતીમાં આદર્શ સ્મશાન ગૃહના સંચાલકો સ્મશાનનું વિસ્તૃતીકરણ યુઘ્ધના ધોરણે કરી રહયા છે ત્યારે જામનગર લેઉવા પટેલ સમાજના ભામાશા અને એ.બી. વિરાણી ક્ધયા વિધાલયના મુખ્ય દાતા તેમજ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના પુર્વ પ્રમુખ તેમજ ટ્રસ્ટી એવા સ્વ. કરશનભાઇ બેધરભાઇ વિરાપીના પરિવાર દ્વારા કરશનભાઇ બેચરભાઇ વિરાણીના સ્મરણાર્થે એક લાકડા સંચાલીત અગ્નીદાહને લોકાર્પણ કરવા માટે ા. 7.51.000/- (અંકે પીયા સાત લાખ એકાવન હજાર પુરા)નું દાન મનુભાઇ કરશનભાઇ વિરાણી પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલ અને તે રકમનો કરશનભાઇ બેચરભાઇ વિરાણી ચેરીટેબલ ટ્રસ્ટનો ચેક એડવોકેટ દિનેશભાઇ વિરાણી દ્વારા સ્મશાન વ્યવસ્થા સમિતીના પ્રમુખ દિપકભાઇ જયંતીલાલ ઠકકર અને માનદ મંત્રી દર્શનભાઇ જગદીશચંદ્ર ઠકકર, ટ્રસ્ટી વિશ્ર્વાસભાઇ જગદીશચંદ્ર ઠકકર અને મહેશભાઇ ભાણજીભાઇ રામાણીને સમાજ સેવક મહાવીર દળને આપવામાં આવેલ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS