યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું કે, તેઓ જાન્યુઆરીમાં આઉટગોઇંગ પ્રેસિડેન્ટ જો બાયડનના કાર્યકાળના અંતે રાજીનામું આપવાની યોજના ધરાવે છે. રેએ બ્યુરોના અધિકારીઓ સાથેની બેઠકમાં આ જાહેરાત કરી હતી. રેએ કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય તમારા માટે દરરોજ સખત મહેનત કરતા રહેવાના અમારા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. તેમણે કહ્યું કે, બ્યુરોને કોઈપણ મુશ્કેલીમાં ફસાવવાથી બચાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. ક્રિસ્ટોફર રેએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે થોડા દિવસ પહેલા જ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પદ માટે કાશ પટેલના નામાંકનની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે જવાબ આપ્યો
ક્રિસ્ટોફર રેની આ જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ક્રિસ્ટોફર રેનું રાજીનામું અમેરિકા માટે એક મહાન દિવસ છે. કારણ કે તે ન્યાય વિભાગના હથિયારીકરણને સમાપ્ત કરશે. હવે અમે તમામ અમેરિકનો માટે કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરીશું. ક્રિસ્ટોફર રેની આગેવાની હેઠળ એફબીઆઈએ મારા ઘર પર ગેરકાયદેસર દરોડો પાડ્યો હતો. મારી વિરુદ્ધ ખોટી રીતે કેસ નોંધવામાં આવ્યો હતો, તેઓએ ઘણા નિર્દોષ લોકોને ધમકી આપવા અથવા તેમના જીવનને બરબાદ કરવા માટે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. એફબીઆઈનું નેતૃત્વ કરવા માટે કાશ પટેલ યોગ્ય પસંદગી છે.
ટ્રમ્પે પોતે નિમણૂક કરી હતી
આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે, ક્રિસ્ટોફર રેની નિયુક્તિ તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2017માં 10 વર્ષ માટે કરવામાં આવી હતી. હવે રેના રાજીનામા બાદ તેઓ બીજા FBI ડિરેક્ટર હશે જેમને ટ્રમ્પ બહારનો રસ્તો બતાવશે. અગાઉ જેમ્સ કોમીને રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
મોટા ફેરફારો જોવા મળી શકે છે
ડોનાલ્ડ ટ્રમ્પે FBI ચીફ તરીકે ભારતીય મૂળના કશ પટેલની પસંદગી કરી છે. સેનેટમાંથી મંજૂરી મળ્યા બાદ તેઓ આ પદ સંભાળશે. પટેલને ટ્રમ્પની નજીક માનવામાં આવે છે. તેઓ 2017માં ગૃહ સંસદીય સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સનાં સભ્ય રહ્યાં છે. કાશ પટેલે FBI ચીફની જવાબદારી સંભાળ્યા બાદ ઘણા મોટા ફેરફારોના સંકેત આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech