અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ્ની જીતની ઉજવણી આંધ્રપ્રદેશના ગામમાં પણ જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉષા વાન્સ, જે ટ્રમ્પ્ના સાથી ઉમેદવાર જે.ડી. વાન્સની પત્ની છે તે આંધ્ર પ્રદેશના વડાલુરુ ગામ સાથે જોડાણ ધરાવે છે.
વડાલુરુ ગામ ઉષા વાન્સના પૂર્વજો સાથે જોડાણ ધરાવે છે, તેથી અહીંના લોકો આશા રાખી રહ્યા છે કે તેમની સફળતા ગામમાં પણ પરિવર્તન લાવશે. ગામના રહેવાસી 53 વર્ષીય શ્રીનિવાસ રાજુ કહે છે કે અમે ખુશ છીએ કે ઉષા વાન્સના પતિ ચૂંટણી જીત્યા. અમે ટ્રમ્પ્ને સમર્થન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે ઉષા અમારા ગામ માટે કંઈક સારું કરશે. ગામના પૂજારી અપ્પાજીએ પણ આ પ્રસંગે પ્રાર્થના કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ઉષા વાન્સ તેના મૂળને ઓળખીને ગામના વિકાસમાં મદદ કરશે..
ઉષા વાન્સના દાદા દાદી વડાલુરુથી અમેરિકા આવ્યા હતા અને ઉષાના પિતા ચિલુકુરી રાધાકૃષ્ણન એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ છે. જેમણે ચેન્નાઈમાં અભ્યાસ કર્યો હતો અને પછી તેઓ અમેરિકા ગયા હતા. ગામના રહેવાસી 70 વર્ષીય વેંકટા રામનયા કહે છે કે બધા ભારતીયોને ઉષા પર ગર્વ છે, કારણ કે તે ભારતીય મૂળની છે. અમને આશા છે કે તે અમારા ગામનો વિકાસ કરશે. જો કે ઉષાએ ક્યારેય આ ગામની મુલાકાત લીધી નથી, તેના પિતા ત્રણ વર્ષ પહેલા અહીં આવ્યા હતા અને ગામના મંદિરની સ્થિતિ વિષે જાણ્યું હતું.
ઉષા વાન્સે તેમનું શિક્ષણ યેલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં પૂર્ણ કર્યું અને 2014માં તેણીએ જે.ડી. વાન્સ સાથે લગ્ન કયર્.િ તે એક હિંદુ છે અને તેને ત્રણ બાળકો છે. ગ્રામજનોને એવી પણ આશા છે કે અમેરિકન-ભારતીય સંબંધો મજબૂત થવાની સાથે તેમના ગામમાં પણ કેટલાક સકારાત્મક પરિવર્તન આવશે. રામનયા કહે છે કે અમે ટ્રમ્પ્ની સરકાર જોઈ હતી, જે ઘણી સારી હતી. તે દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ જ મજબૂત બની ગયા હતા. અમને આશા છે કે ઉષા વાન્સ આ કડીને આગળ લઈ જશે.
બીજી તરફ લગભગ 730 કિલોમીટર દૂર આવેલા તુલસેન્દ્રપુરમ ગામમાં પણ વિજયની ઉજવણી કરવામાં આવી હતી, જે કમલા હેરિસના દાદા-દાદીનું ઘર છે. અહીંના લોકો કમલા હેરિસને પોતાની પ્રેરણા માને છે અને તેમની સફળતા પર ગર્વ અનુભવે છે. 63 વર્ષીય ટી.એસ. અંબારાસુ કહે છે કે કમલા હેરિસની સંઘર્ષકથાએ આ ગામની છોકરીઓને શાળાએ જવા માટે પ્રેરિત કરી છે. તે અમારા માટે પ્રેરણા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech