ઓખા મરીન પોલીસની દબંગગીરી: યુવાનને માર માયર્નિી એસપીને રજૂઆત

  • May 28, 2021 11:18 AM 

ઇજાગ્રસ્તએ ધારાશાસ્ત્રી દ્વારા કાનૂની કાર્યવાહી કરી: ફોજદાર અને પોલીસમેન સામે કડક કાર્યવાહીની માંગ

દ્વારકા તાલુકાના ઓખા ગામના રહીશ નામે હસમુખ મહેન્દ્રભાઈ જાખરીયા તે ગત તા.16/05/ર02ર1 ના તેની શ્રધ્ધા અને ધાર્મિક લાગણી તથા ટેક મુજબ રાબેતા મુજબ તેના ઘરેથી પગપાળા ચાલી ખોડીયાર મંદિરે દૂરથી દર્શન કરી ઘરે પરત જવા રવાના થતા અચાનક ઓખા મરીન પોલીસની જીપ ત્યાં આવી, જેમાંથી પીએસઆઇ તથા પોલીસ ઉતરેલા અને હસમુખને ઉભો રાખી વિના વાંકે તેને પોલીસ જીપમાં બેસી જવા કહેતાં, હસમુખે પોતાનો વાંક શું તે બાબતે સામો પ્રશ્ન કરતાં આ પીએસઆઇ તથા પોલીસે હસમુખને કાયદાની વિધિ, અટકનું પંચનામું કોઈ સમજ વિગેરે પોલીસે પાલન કયર્િ વિના પોલીસ સ્ટેશને લઈ ગયેલા.

આ વિસ્તારમાં અન્ય વ્યફ્તિઓ પણ ત્યાં આવતાં તેમાં નેમિષ નિતિનભાઈ વિઠ્ઠલાણી તથા મયુર જેન્તિલાલ થોભાણી સહિતને વિના વાંકે મરીન પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલા જયાં આશરે ત્રણેક કલાક જેટલો સમય કસ્ટડીમાં રાખેલા તથા શરીરે માર મારેલ જેમાં હસમુખને લાકડીથી હાંસડીમાં બે ઘા મારતાં તેને ફેફ્ચર થઈ ગયેલ છે, જે બાદ હસમુખે ધોરણસર દ્વારકામાં સરકારી દવાખાને ચેકઅપ - સારવાર કરાવતાં તેની હાંસડીમાં અસ્થિભંગ હોય તાત્કાલીક તેને ઓર્થોપેડીક હોસ્પિટલે રિફર કરતાં જામખંભાળીયા આગળ સારવાર કરાવેલી છે અને આશરે એકાદ માસે આ ઈજા રીકવર થતાં સમય લાગશે તે બાબતે ડોફ્ટરશ્રીએ જણાંવેલ છે.

જે સમગ્ર બનાવની પીએસઆઇ તથા પોલીસ ડાડૂભાઈ વિધ્ધ એફઆઇઆર નોંધવા બાબતે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષકને ઈ-મેઈલથી તથા રજી.એ.ડી.થી વિગતવારની કોર્વડીંગ તેમજ સોગંદનામા સાથે ફરીયાદ તે ઉપલબ્ધ મેડીકલ પેપર્સ આધાર પૂરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે જે ધોરણસર થવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી,મુ.ગાંધીનગર ને પણ કરવામાં આવેલ છે.આ હસમુખભાઈ ફરીયાદી તરફે તમામ કાનૂની કાર્યવાહી વકીલ જયંત એમ. માણેક દ્વારા ધોરણસર કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS