રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયા: પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો : આચાર્ય દેવવ્રતજીનું ગાર્ડ ઓફ ઓનર અપાયું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં જામનગરમાં હાપા એ.પી.એમ.સી. ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ યોજાયો હતો. જેમાં રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતો, સખી મંડળો, શિક્ષકો અને યોગ પ્રશિક્ષકોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં ગુજરાત રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સતત અને સફળ નેતૃત્વમાં ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું સફળ અભિયાન ચાલી રહ્યું છે. કૃષિ વિભાગના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટની ટીમ રાજ્યના વિવિધ ગામડાઓમાં જઈને ખેડૂતોને નિ:શુલ્ક માર્ગદર્શન પૂરું પાડે છે. રાજ્યના 9 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદાઓ છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની આવક બમણી થઇ છે. જામનગર જિલ્લાના 40,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
એક સફળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાના 5 આયામો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ઉચ્ચ ગુણવતાયુક્ત બીજની પસંદગી કરવી જોઈએ. બીજામૃત થકી ખેતરમાં વાવેતર કરવું જોઈએ. પહેલા વર્ષ દરમિયાન ખેતરમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. ત્રણ વર્ષ બાદ ઓછી ઘનતા ધરાવતું ઘન જીવામૃત વાપરી શકાય છે. પાકને પાણી આપતી વખતે 10 લીટર પાણીમાં 2 લીટર જેટલું જીવામૃત ઉમેરવું જોઈએ. આ નિયમો અનુસાર ખેતી કરવાથી ઉત્પાદન કરવાથી ક્યારેય ઓછી માત્રામાં ઉત્પાદન મળતું નથી. પ્રાકૃતિક ખેતીમાં ગોબર અને ગૌમુત્રનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે. ગૌમૂત્ર ખનિજોનો ભંડાર ગણાય છે. જીવામૃત એ પાકની વૃદ્ધિ માટે જરૂરી છે. જીવામૃત એ પાકનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે આવશ્યક પરિબળ છે. જીવામૃત પાકને નુકસાન કરતા જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ અને વગેરે રોગ સામે રક્ષાણત્મક કવચ પૂરું પાડે છે.
જૈવિક કૃષિ પદ્ધતિ એટલે કે ઑર્ગેનિક ખેતીમાં અળસિયાનું ખાતર બનાવવામાં આવે છે. આ અળસિયાનું ખાતર બનાવવા અળસિયા વિદેશથી આયાત કરવામાં આવે છે. આ અળસિયા માટી ખાતા નથી. આ પ્રકારના અળસિયા ફક્ત છાણીયું ખાતર અને જૈવિક કચરો જ ખાય છે. તેનો ખર્ચ ખેડૂતોને વધુ આવે છે. જયારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં આ પ્રકારનું કોઈ નુકસાન થતું નથી. ભારતીય દેશી અળસિયા માટી અને ગોબર બંને ખાય છે. આ અળસિયા જમીનનું ખનીજ ખાઈને પોષણ મેળવે છે. બાદમાં તેની વિષ્ટાના રૂપમાં જમીનને પોષણયુક્ત બનાવે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. ભારતીય દેશી અળસિયા જમીનને મુલાયમ બનાવે છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જમીનમાં જે અનાજ અને શાકભાજી ઉગે છે તેનો રોજિંદા જીવનમાં આહારમાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે. રાસાયણિક ખેતીના પરિણામે કેન્સર, સાંધાનો દુખાવો જેવા અનેકવિધ રોગ થાય છે. ધરતીને ઝેર મુક્ત રાખવા માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને ગુણો વિશેની ચચર્િ કરી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત ભાઈઓએ પોતાના અભિપ્રાયો વર્ણવી પ્રાકૃતિક કૃષિના ફાયદાઓથી સૌને અવગત કરાવ્યાં હતા.
કાર્યક્રમ સ્થળે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ગાર્ડ ઓફ ઓનર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાએ સ્વાગત પ્રવચન વડે સૌને આવકાયર્િ હતા.જયારે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે કાર્યક્રમની આભારવિધિ કરી હતી.આ તકે હરીદેવ ગઢવીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પ્રકાશ રબારી, આગેવાન પ્રફુલભાઈ સેંજલીયા, સખી મંડળના બહેનો, શિક્ષક ગણ, યોગ પ્રશિક્ષકો તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તારીખ 20 અને તારીખ 21 ફેબ્રુઆરીના રોજ જામનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હોય આજ રોજ તેમનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતા અધિકારીગણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલના સ્વાગતમાં જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર શહેર પ્રાંત અધિકારી પરમાર, એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહ સહિતના અધિકારીઓએ રાજ્યપાલનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
પ્રાકૃતિક ખેતીના કારણે આજે મારુ ઉજ્જડ ખેતર મોડેલ ફાર્મ બન્યું છે - ખેડૂત સુરેશભાઈ ગાંગાણી
કાર્યક્રમમાં જોડિયા તાલુકાના માણામોરા ગામના ખેડૂત સુરેશભાઈ ગાંગાણીએ પ્રાકૃતિક કૃષિ અંગેનો પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે મારું ગામ જોડિયા તાલુકાનું દરિયાકાંઠાનું ગામ છે.અને અહીં મારી દસ વીઘા જમીન આવેલી છે.શરૂઆતના તબક્કામાં પાંચ વીઘા જમીનમાં મેં એપલ બોર વાવવાનું નક્કી કર્યું ત્યારે ગામમાં સૌ માટે હું હાંસિપાત્ર બન્યો.લોકોએ કહ્યું ખારી જમીનમાં બાગાયત પાકનું ઉત્પાદન શક્ય નથી.તેમ છતાં મેં વાવેતર કર્યું અને એમાં જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાફસા, આચ્છાદન સહિતના પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કયર્.િપરિણામે ખારપાટ જમીનમાં પણ પ્રથમ વર્ષે મને 50 હજારની કિંમતનું ઉત્પાદન પ્રાપ્ત થયું. પ્રાકૃતિક ખેતીના કારણે એપલ બોર મીઠાશ અને પોષક તત્વોથી ભરપૂર બન્યા અને લોકોમાં ખૂબ વખણાયા. આજે ઘરે જ મારા તમામ એપલ બોરનું વેંચાણ થઈ જાય છે અને મારે યાર્ડમાં વેચાણ અર્થે નથી જવું પડતું. પ્રાકૃતિક કૃષિના કારણે મારુ ઉજ્જડ ખેતર આજે સાચા અર્થમાં મોડેલ ફાર્મ બન્યું છે એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી.
એ.પી.એમ.સી.હાપા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેંચાણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.રાજ્યપાલએ આ કેન્દ્રની મુલાકાત લઇ પ્રાકૃતિક કૃષિકારો સાથે વાતર્લિાપ કર્યો હતો અને તેઓએ અપનાવેલ વિવિધ પદ્ધતિઓથી માહિતગાર થયાં હતાં.
આ કેન્દ્રમાં જામનગર જિલ્લાના ઠેબા, સુમરી, ભીમકટા, જશાપર, ધ્રોલ, લતીપર, રામપર, મોટી રાફુદળ, ચેલા, દડીયા, સડોદર, નાની ભલસાણ, આણંદપર સહિતના ગામોથી પ્રાકૃતિક કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા જેમણે કઠોળ, લીલાં શાકભાજી, મરી મસાલા, હલકાં ધાન્ય, હળદર, ગૌ મૂત્ર આધારિત ઉત્પાદનો, ગુલકંદ, રાગી, સ્ટ્રોબેરી, મરચું પાવડર, કીનોવા સહિતના ઉત્પાદનો પોતાના કૃષિ સ્ટોલમાં પ્રદર્શન તથા વેંચાણ અર્થે રજૂ કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech