શ્વાન વ્યકિતના શ્વાસને સૂંઘીને આપશે તણાવની જાણકારી: નિદાન સરળ બનશે

  • March 30, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તણાવની સ્થિતિને શોધવાનું પહેલેથી જ ખૂબ મુશ્કેલ છે. તેના લક્ષણોને લાંબા સમયથી અવગણવામાં આવ્યા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તણાવની શઆતની સ્થિતિને પારખવાની અનોખી રીત શોધી કાઢી છે. તેમને જાણવા મળ્યું છે કે ખાસ પ્રશિક્ષિત શ્વાન વ્યકિતના તણાવને ફકત તેના શ્વાસની ગધં દ્રારા શોધી શકે છે. વૈજ્ઞાનિકો હવે આ માટે ખાસ કરીને વૃદ્ધો સાથે રહેતા કૂતરાઓને તાલીમ આપવાનો પ્રયાસ કરશે, જેથી તેઓ તેમના સાથીઓના તણાવને ઓળખી શકે અને તેમને સમયસર મદદ કરી શકે.

પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) ના લક્ષણો સાથે સંઘર્ષ કરતા લોકો હવે આ કેનાઇન ક્ષમતાઓની સેવાઓનો લાભ મેળવી શકશે. ફ્રન્ટીયર્સ ઇન એલજીમા પ્રકાશિત ડેલહાઉસી યુનિવર્સિટીના લારા કિરોજાની આગેવાની હેઠળના અભ્યાસમાં ડો. શેરી સ્ટીવર્ટીની કિલનિકલ સાયકોલોજી લેબ અને ગેડબોઇસની કેનાઇન ઓલ્ફેકશન લેબની કુશળતાનો પણ લાભ લેવામાં આવ્યો હતો. તેણે તપાસ કરી કે શું શ્વાન પીટીએસડી સાથે જોડાયેલા અસ્થિર કાર્બનિક પદાર્થેાને સૂંઘવાનું શીખી શકે છે? કિરોજા કહે છે કે શ્વાનને તણાવના સમયે લોકોને મદદ કરવા માટે પહેલેથી જ તાલીમ આપવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કૂતરાઓ વર્તન અને શારીરિક સંકેતોને પ્રતિસાદ આપવાનું શીખતા હતા.
આ અભ્યાસ દર્શાવે છે કે કેટલાક કૂતરાઓ શ્વાસની ગધં દ્રારા તણાવ શોધી શકે છે. તેમાં ૨૬ માનવ સહભાગીઓ સામેલ હતા, જેમાંથી ૫૪ ટકા પીટીએસડી તણાવ સ્તર ધરાવતા હતા.
અભ્યાસમાં, ૨૫ પ્રશિક્ષિત શ્વાનમાંથી, બે શ્રે પરિણામો સાથે પસદં કરવામાં આવ્યા હતા. આ બે શ્વાન તણાવયુકત અને બિન–તણાવવાળા શ્વાસના નમૂનાઓ વચ્ચે તફાવત કરવામાં ૯૦ ટકા કાર્યક્ષમતા દર્શાવે છે. યારે ઈવી નામના કૂતરાએ ૭૪ ટકા પરિણામ આપ્યું છે, યારે કેલી નામના કૂતરાએ ૮૧ ટકા પરિણામ આપ્યું છે. તેની સૌથી મહત્વની બાબત એ છે કે આ કામ માત્ર પ્રારંભિક સ્તરના તણાવમાં જ જોવા મળે છે, જે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News