જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ વજન ઘટાડવા માટે રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવે છે, તો થઈ જાવ સાવધાન. અજાણતા જ તમે તમારા સ્વાસ્થ્યને ફાયદાના બદલે નુકસાન પહોંચાડી રહ્યા છો.
મધને ગરમ કરવાથી પોષક તત્વોમાં ઘટાડો થાય છે
કાચા મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ઝાઇમ્સ, એન્ટીઑકિસડન્ટ્સ, એમિનો એસિડ્સ, ફ્લેવોનોઇડ્સ વગેરે જેવા ઘણા ગુણો હોય છે. જે ગરમ વસ્તુઓ સાથે ભેળવવામાં આવે ત્યારે તેના પોષક તત્વોમાં ઘટાડો થાય છે.
અભ્યાસ શું કહે છે?
નેશનલ સેન્ટર ઓફ બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનના રિપોર્ટ અનુસાર જો મધને 60 થી 140 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ગરમ કરવામાં આવે તો તે બ્રાઉન થવા લાગે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આટલું જ નહીં, અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે જ્યારે મધને 60 ડિગ્રી અને 140 ડિગ્રી પર ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના સેમ્પલમાં હાઇડ્રોક્સિમિથિલ ફર્ફ્યુરાલ્ડીહાઇડ (HMF) નામનું સંયોજન વધુ પ્રમાણમાં મળી આવ્યું હતું, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ઘી અને મધ
ઘી અને મધનું સમાન માત્રામાં સેવન કરવાથી ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામનું તત્વ શરીરમાં ઝડપથી ફેલાઈ જાય છે. જેના કારણે વ્યક્તિને શ્વાસની તકલીફ અને પેટમાં દુખાવો થઈ શકે છે.
મધ ખાવાની સાચી રીત કઈ છે?
આયુર્વેદ અનુસાર કાચા મધનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. આ પ્રકારના મધમાં બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શનનો ખતરો થઇ શકે છે. સામાન્ય રીતે ઘરોમાં વપરાતું મધ પેશ્ચરાઇઝ્ડ હોય છે. જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી. ગરમ પાણીને હૂંફાળું બનાવીને તેમાં મધ ઉમેરીને પી શકો છો. સામાન્ય રીતે 70 કિલો વજન ધરાવતી વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ 30 થી 45 ગ્રામ મધ ખાવું જોઈએ. જો સરળ ભાષામાં સમજીએ તો દરરોજ 1 ચમચી મધ ખાવાથી સ્વાસ્થ્યને અપાર લાભ મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech