મોરબીમાં ખોટા દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવાનો કારસો

  • March 12, 2021 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં જમીન માલિક જેવું ભળતું નામ અને ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીન પચાવી પાડી મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા જમીન પચાવી પાડવાના અનેક કારસાઓ બને છે ત્યારે ફરી એકવાર એક શખ્સ દ્વારા જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને જમીનમાલિક જેવું ભળતા નામે જમીન પચાવી પાડવાનો કારસો પ્રકાશમાં આવ્યો છે જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વાડી વિસ્તાર બોરિયાપાર્ટી  વાડીમાં રહેતા દેવજીભાઈ જીણાભાઇ ચાવડા (ઉ.૭૪) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના માલિકીની રવાપર ગામ તળે સીમ સર્વે નંબર ૨૬/૦૩ વાળી જમીન આરોપી દેવજીભાઈ જીણાભાઇ ચાવડા જેવું નામ ધરાવતા ઇસમ જેના આધાર કાર્ડ નંબર ૨૫૬૩૬૪૫૧૧૪૩૨ તથા પાન કાર્ડ નંબર ૦૦૨૪ વાળાએ ફરિયાદી દેવજીભાઈ ચાવડાની માંલીકીનીન જમીનના સર્વે નંબર ૨૬/૦૩ની જમીનના ગેરકાયદેસર ખોટો દસ્તાવેજ બનાવી ખોટા આઈ.ડી. પ્રૂફ તથા ફોટોગ્રાફ ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીના બદલે ફરિયાદીના નામ જેવું ભળતું નામ વાળા ખોટા વ્યક્તિએ જમીન પચાવી પાડવા ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હોવાની ફરિયાદ દેવજીભાઈ ચાવડાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે આઈપીસિ ૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧, તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૩,૪(૧),૫(ગ) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઈ ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS