ખંભાળિયાના રહેણાક વિસ્તારમાં ઘાસના ગોડાઉનમાં આગથી દોડધામ

  • April 12, 2021 08:35 PM 

ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારમાં ઘાસ (નીરણ) ભરેલા એક ગોડાઉનમાં ગઈકાલે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. જે મહામહેનતે કાબૂમાં આવી હતી. સંભવિત રીતે આજુબાજુમાંથી આગનો તણખો ગોડાઉન સુધી પહોંચી જતા આ આગ લાગી હતી.

ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તાર નજીક એક ઓઈલ મીલ પાસે અહીંના એક લોહાણા સદગૃહસ્થની માલિકીના અને સેવાભાવી કાર્યકરો દ્વારા ગૌચરા માટે ઘાસચારો (નીરણ) રાખવા માટેનું પતરાનું ગોડાઉન રાખવામાં આવેલું છે. આ ગોડાઉનમાં રવિવારે સવારે આશરે સાડા નવ વાગ્યે એકાએક આગના ઘૂમાડા જોવા મળ્યા હતા. થોડીવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ આગનો બનાવ બનતાં સ્થાનિક કોર્પોરેટર ઈમ્તિયાઝખાન પઠાણ તથા સ્થાનિકો તાકીદે પહોંચી ગયા હતા અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફના કર્મચારીઓ મહેન્દ્રભાઈ ચોપડા, સુખદેવસિંહ વાઢેર, વિગેરે બે ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગને પ્રસરતા અટકાવી હતી. આ આગમાં આશરે 700 મણ જેટલું નીરણ બળીને ખાખ થઇ ગયું હતું. આ આગમાં આશરે રૂ. દોઢ લાખની કિંમતનું નીરણ બળી ગયાનું જાણવા મળેલ છે. અંદર સુધી પ્રસરેલી આગ મહા મહેનતે સાંજે સંપૂર્ણપણે બુઝાઈ હતી.

આ સ્થળે આજુબાજુમાં સળગાવવામાં આવેલા કચરાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગના આ બનાવ તથા બનાવના કારણથી સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS