જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનના આતંકવાદી આશ્રયસ્થાનોનો સફાયો બોલાવ્યો છે અને યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે ઇ.સ. ૧૯૬૫માં થયેલા યુધ્ધની જૂની યાદો પોરબંદરના અગ્રણીએ તાજી કરી હતી અને તે અંગેના દસ્તાવેજી પુરાવા પણ દર્શાવીને એ સમયની પરિસ્થિતિનું વર્ણન કર્યુ હતુ.
હઝૂર પેલેસે કવાર્ટર કમિટી અને લાલ બંગલો હોમગાર્ડની રીપોર્ટબુકમાં એ સમયની તમામ નાની-નાની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેની માહિતી આપતા ટેલિફોન વિભાગના નિવૃત્ત કર્મચારી સુરેશભાઇ અમરકોટીયાએ જણાવ્યુ હતુ કે તા. ૧૨-૯-૧૯૬૫થી તા. ૧૮-૯-૧૯૮૫ સુધીની દૈનિક હિલચાલની નોંધ કરવામાં આવી હતી. જે શબ્દશ: આ મુજબ છે.
તા. ૧૨-૯-૧૯૬૫
હઝૂર પેલેસ તથા લાલપેલેસમાં વસવાટ કરતા નવયુવાન અને દેશપ્રેમીભાઇઓની સમિતિ પ્રાઇવેટ સેક્રેટરી, હઝૂર પેલેસના પ્રમુખપણા નીચે મળેલી હતી. જેમાં નીચે પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
આ સભામાં પેલેસ ઓફિસ સામેના મેદાનમાં રાખવામાં આવેલી.જેમાં અધ્યક્ષ, સેક્રેટરી ઉપરાંત કેપ્ટન તખ્તસિંહજી તથા જેઠુભાઇ હાજર રહેલા.
આ સભામાં સર્વાનુમતે પાકિસ્તાને કરેલા ભારત પરના આક્રમણને ખુલ્લી રીતે વખોડી કાઢવામાં આવેલ હતુ. અને તેને કારણે જે કોઇ પરિસ્થિતિનો સરકારે સામનો કરવો પડે તેમાં સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો.
આ ઠરાવ જાહેર કર્યા પછી કેપ્ટન તખ્તસિંહજી યુધ્ધકીય પ્રવૃત્તિઓનું મનનીય પ્રવચન કર્યુ. યુધ્ધકીય સમયની પરિસ્થિતિની દરેક બાજુના પ્રશ્ર્નોની સુંદર છણાવટ કરી, આછો ચિતાર આપવામાં આવ્યો. આ પછી તેમણે અને સભામાં હાજર રહેલા સભ્યોએ એવુ સર્વાનુમતે ઠરાવ્યુ કે આ યુધ્ધકીય પ્રવૃત્તિ સમયે આપણે ગૃહરક્ષકદળ સ્થાપવુ. જે નાગરિક સંરક્ષણદળ સામાન્યજનોને આ સમયે દરેક રીતે ઉપયોગી થવુ અને રાત્રી દરમ્યાન દુશ્મનોની પ્રવૃત્તિનું ધ્યાન રાખવુ. તેમજ લોકોને યુધ્ધ સમયની મુશ્કેલીમાં હિંમતમાં રાખવા તેમજ યુધ્ધના ભોગ બનેલાઓને શકય તેટલી સહાય કરવી.
આ સભામાં કેપ્ટન તખ્તસિંહજીએ એવુ સૂચવ્યુ કે નાગરિકદળમંા જે લોકો જોડાય છે. તેમાંથી જ એક વ્યક્તિની નિમણૂંક કરી ગૃહ રક્ષકદળના નેતા તરીકે ચૂંટી કાઢવા જણાવ્યુ. આ સુચનને સર્વેએ સ્વીકાર્યુ અને પછી આ કાર્યના આયોજક અને ખૂબજ રસ ધરાવતા લક્ષ્મણભાઇ જે. પરમારને આ સભાએ ગૃહરક્ષક દળના નેતા તરીકે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યા.
અને પ્રાઇવેટ સેક્રેટરી, ગૃહરક્ષક દળને શકય એટલી સહાય અને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે તેવું જણાવ્યુ. સૌએ આભાર સ્વીકાર કર્યો.
આ સભામાં હાજર રહેલા ભાઇઓમાંથી ચાર ટુકડી પાડવામાં આવી. દરરોજ રાત્રિએ આમાંથી બે ટુકડીઓ વારાફરતી ચાર-ચાર કલાક આપણા વિભાગમાં ધ્યાન રાખે. જેના કાર્યક્ષેત્રમાં નીચે જણાવેલ બાબતોનો સમાવેશ થાય છે.
રાત્રિએ બ્લેક આઉટ દરમ્યાન કયાંયથી પણ પ્રકાશ બહાર પાડવામાં ન આવે તે અંગેની તકેદારી રાખવી.રાત્રિ દરમ્યાન શકમંદ માણસોનો ખ્યાલ રાખવો. હવાઇ હુમલા સમયે પ્રાથમિક રક્ષણાત્મક પગલા લેવા. હવાઇ તેમજ બીજી કોઇ રીતે હુમલાના ભોગ બનેલા લોકોને શકય એટલી મદદ કરવી. ખોટી અફવા ફેલાવવી નહી તેમજ ખોટી અફવા ફેલાવા તત્વોને તેમ કરતા રોકવા. હવાઇદળના સૈનિકો કે દુશ્મન દળના સૈનિકોને તાત્કાલિક સાવધાનીપૂર્વક તેમજ પોલીસને શરણે કરવા ફરજ પાડવી. આ દરેક કાર્યમાં શાંતિ, ધીરજ તેમજ કૂનેહપૂર્વક કામ લેવુ. તેમ ઠરાવી અને આજની રાતથી ગૃહક્ષકદળ સ્થાપી તેની કાર્યવાહી શ કરી દેવી તેમ ઠરાવી સભા બરખાસ્ત કરવામાં આવી.
આજની રાત્રિ દરમિયાન ખાસ કોઇ બનાવ પામેલ હતો નહી. અમુક વ્યક્તિઓને રાત્રિ દરમિયાન પોતાના ઘરના દીવાનો પ્રકાશ બહાર ન પડે તે અંગેની મૈખિક સુચના આપવામાં આવી.
તા. ૧૩-૯-૬૫
આજની રાત્રિએ કોઇપણ અયોગ્ય બનાવ બનવા પામેલ નથી.
તા. ૧૪-૯-૬૫
આજે કોઇ ખાસ રજૂઆતો બનાવ બનવા પામેલ નથી.
અમારી સેવા દરમ્યાન કોઇ અસાધારણ બનાવ બનવા પામેલ નથી.
તા. ૧૫-૯-૬૫
આજે રાત્રે બી.ટી.. કોલેજમાંથી અમુક જગ્યાએથી પ્રકાશ બહાર ફેલાતો હતો તે અંગે ઘટતા પગલા લેવામાં આવેલ હતા. બાકી ખાસકંઇ નવીન બનાવ બનેલ નથી.ભાવસિંહજીી હોસ્પિટલમાં પ્રકાશ માલુમ પડતા યોગ્ય પગલા લેવામાં આવ્યા.
તા. ૧૬-૯-૬૫
આજરોજ રાત્રિના ૧:૧૫ કલાકે જ્યારે દરિયા કિનારેથી રક્ષકદળ પાસ થયુ ત્યારે કિનારા ઉપર સામસામી બે લાઇટો જણાતા કેપ્ટન તખ્તસિંહને ખબર આપેલ તથા કસ્ટમમાં પોર્ટ ઓફિસની ઓફિસ ઉપર ફોન કરેલ તથા પૂરતી તકેદારી રાખવાનુ: જણાવવામાં આવેલ બન્ને સ્ટીમરો હોવાનું માલુમ થયુ.આજરોજ ખાસ કોઇ બનાવ બનવા પામ્યો નથી.
તા.૧૭-૯-૬૫
ગુરુવારે સ્ટીમરો જોયેલ તેમાં એક કારગો સ્ટીમર હતી તેમજ બીજી માચ્છીમારની હતી તેમ માલુમ પડયુ. આજે રાત્રે ખાસ કંઇ બનાવ બનેલ નથી.
તા. ૧૮-૯-૬૫
કોઇ અસાધારણ બનાવ બનવા પામેલ નથી.આજે રાત્રે ૪:૩૦ વાગ્યે દરિયા કિનારે ચોબારીબાગમાંથી લાઇટ જોવામાં આવેલ ૧ થી ૨ મિનિટ ચાલુ રહી ત્યારબાદ ૧૦ મિનિટ બંધ થયેલ ત્યારબાદ ચાલુ થયેલ તે પ્રમાણે લગભગ ૪:૫૦ સુધી બનેલ તો તે બાબતે યોગ્ય તપાસ કરવાની છે.
આ પ્રકારના દસ્તાવેજી પુરાવા સાથેના લખાણ જોવા મળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech