તબીબો હવે જેનરિક સિવાય અન્ય દવાઓ પણ લખી શકશે

  • August 25, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેશનલ મેડિકલ કમિશનએ તાજેતરમાં જ ડોકટરો માટે જેનરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવ્યું હતું પરંતુ હવે એ નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી છે. હવે ડોકટર જેનેરિક સિવાય દવા પણ લખી શકશે.

નેશનલ મેડિકલ કમિશનએ તાજેતરમાં જ ડોકટરોમાટે જેનરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ હવે આયોગે તાત્કાલિક અસરથી આ નિર્ણય પર પ્રતિબધં મૂકયો છે. હવે ડોકટરો જેનરિક દવાઓ સિવાયની દવાઓ લખી શકશે.

આ અંગે ઈન્ડિયન મેડિકલ અસોસિયેશન, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશન એ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં ડોકટરોએ નેશનલ મેડિકલ કમિશનના રેગ્યુલેશન ૨૦૨૩નો વિરોધ કર્યેા હતો અને કહ્યું હતું કે ભારતમાં જેનરિક દવાઓની ગુણવત્તા સારી નથી અને આવા નિયમો દર્દીઓના જીવનને જોખમમાં મુકી શકે છે.

નોંધનીય છે કે નેશનલ મેડિકલ કમિશનએ નવા નિયમો જાહેર કર્યા હતા, જેમાં તમામ ડોકટરો માટે જેનરિક દવાઓ લખવી ફરજિયાત કરી હતી. આમ નહી કરવા પર ડોકટરનું લાયસન્સ રદ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ નવા નિયમોમાં કહેવામાં આવ્યું હતું કે તમામ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનર એ સ્પષ્ટ્ર રીતે લખેલા જેનરિક નામોનો ઉપયોગ કરીને દવાઓ લખવી જોઈએ.
તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો નિયમનો ભગં થાય છે તો ડોકટરને નિયમો વિશે વધુ સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી શકે છે અથવા નૈતિકતા, વ્યકિતગત અને સામાજિક સંબંધો અને વ્યાવસાયિક તાલીમ પર વર્કશોપ અથવા શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નિર્દેશિત કરી શકાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application