રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કેટલાક કામચોર ડોકટર્સ અને નસગ સ્ટાફના કારણે દર્દીઓને હેરાનગતિ થવાની સાથે સાથે મોત થવા સુધીની કણ ઘટનાઓ વારંવાર બની રહી છે. જેના કારણે સરકારી આરોગ્ય સેવા બદનામ થઇ થઇ છે. આ ગંભીર સ્થિતિમાં સુધારો લાવવા માટે સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા અને ટીમ દવારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એમ છતાં હોસ્પિટલ અને તબીબ ક્ષેત્રને કલકં લાગે એવા દર્દીઓને જરી સારવાર ન આપી રઝળતા મૂકી દેવા અને સારવાર પ્રત્યે બેદરકારી દાખવવી એવા કેટલાક ચોક્કસ વિભાગના રેસિડેન્ટ ડોકટર્સ અને નસગ સ્ટાફ કાર્યપધ્ધતિના કામગીરી કરવામાં આવી રહી છે. ઇમરજન્સી વિભાગ અને ત્યાં ફરજ પરના તબીબ–નસગ સ્ટાફ સતત એલર્ટ મોડમાં ફરજ બજાવવાની હોઈ એ ઇમરજન્સી વિભાગમાં ઘણા સમયથી નાઈટ ડુટીમાં પોતાની જાતે પાર્ટ પાડી તબીબ અને નસગ સ્ટાફ આરામ ફરમાવતા હોઈ છે. જયારે વોર્ડમાં પણ રાત્રીના સમયે રેસિડેન્ટ રાઉન્ડના બહાને મમાં આરામ ફરમાવતા હોવાની અને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાની વ્યાપક ફરિયાદો વર્ષેાથી કરવામાં આવી રહી હતી પરંતુ અગાઉના હોસ્પિટલના જવાબદારો દ્રારા પોતાની લાખની ઐંઘ બગાડી તપાસ કરવા માટે કોણ જાય ? આવા સ્વાર્થી વિચારોના કારણે આ સિસ્ટમ ફલીફાલી હતી જેના કારણે હોસ્પિટલની સેવા સતત કથળી હતી. ત્યારે આવી ફરિયાદોને નજર અંદાજ કરવાને બદલે ગંભીરતા દાખવી સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા અને એડી.સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.એચ.સી.કયાડા રાત્રીના એક વાગ્યે અચાનક જ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યાં ઇમરજન્સી વિભાગ, આઇસીયુ વોર્ડ ટ્રોમા બિલ્ડીંગમાં ઓર્થેા વિભાગમાં ચકિંગ હાથ ધરતા તબીબો અને નસગ સ્ટાફ આરામ ફરમાવતા તો કોઈ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ ઉપરાંત વોર્ડમાં પણ કેટલીક બેદરકારીઓ સામે આવી હતી તો મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડોકટર એ ડાયાલીસીસના દર્દીને અમદાવાદ રીફર કરી દેવાનું સામે આવતા રેસિડેન્ટ ડોકટરની ધૂળ કાઢી હતી.
સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા અને એડી.સુપ્રિ.ડો.કયાડાની સરપ્રાઈઝ વિઝીટથી હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. તેમની આ કામગીરીને દર્દીઓ અને કેટલાક સ્ટાફે પણ પ્રશંસાપાત્ર ગણાવી હતી
ઇમરજન્સી વોર્ડમાં નર્સ આરામ ફરમાવતા મળી આવ્યા
ઇમરજન્સી વિભાગમાં છેલ્લા કેટલાક વર્ષથી નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવતા તબીબ અને નર્સીંગ સ્ટાફ બે ભાગમાં સમય વહેંચી લઇ વારા ફરતી વારા આરામ કરી લેતા હોવાનું ચાલી રહ્યું હતું. અને આ બાબતની અનેક વખત ફરિયાદો ઉઠી છે. ત્યારે સુપ્રિટેન્ડેન્ટ અને એડી.સુપ્રિટેન્ડેન્ટની સર પ્રાઈઝ વિઝિટમાં આ ગોલમાલ રંગે હાથે પકડાઈ હતી. સુપ્રિટેન્ડેન્ટ ઇમર્જન્સી વિભાગમાં પહોંચતા સ્ટાફની ઊંઘ ઉડી ગઈ હતી ફરજ પરના ત્રણ નર્સીંગ સ્ટાફમાંથી બે જ જોવા મળતા એક ગેરહાજર સ્ટાફનું પૂછતાં ગલ્લા તલ્લાં થયા હતા બાદમાં સાથી કર્મચારીએ ફોન કરતા બાજુના જ રૂમમાં આરામ ફરમાવી રહેલા મહિલા નર્સીંગ કર્મચારી મોઢું ધોઈને પહોંચી ગયા હતા. સુપ્રિટેન્ડેન્ટએ કર્મચારીને ઇમરજન્સી ડ્યુટી કોને કહેવાય એ વિશે ખુબ સારા શબ્દોમાં સમજાવ્યું હતું આ ઉપરાંત બાયોમેડિકલ વેસ્ટના ડસ્ટબીનમાં આડેધડ ગ્લ્બ્સને ફેંકી દેવામાં આવતા આ બાબતે પણ ફરજ પરના તબીબ-નર્સીંગ સ્ટાફને કડક શબ્દોમાં સૂચના આપી હતી.
આઈઈસીયુમાં દર્દીના બેડ પર કમ્બલ નહતા
ઇમરજન્સી બાદ આઇસીયુ વિભાગમાં જતા બેડ પર ચાદર બરાબર નહતી તો ક્યાંક દર્દીઓને ઓઢવા માટેના કમ્બલ પણ બેડ પર ન હોવાથી ફરજ પરના સ્ટાફને પૂછવામાં આવ્યું હતું પરંતુ સંતોષકારક જવાબ મળ્યા ન હતા જેના પગલે સ્ટાફને સૂચનાઓ આપી ફરી આવું ન થવું જોઈએ એવી સૂચનાઓ પણ આપી હતી.
ટ્રોમા બિલ્ડિંગમાં ડોક્ટર્સના રૂમ ડમ્પિંગ સાઈટ બન્યા, એક ઉંઘમાં તો બીજો મોબાઈલમાં વ્યસ્ત
ટ્રોમા બિલ્ડિગમાં ઓર્થો વિભાગમાં વિઝીટ કરતા વોર્ડમાં ફરજ પરના રેસિડેન્ટ ડોક્ટર આરામમાં તો અન્ય મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. વોર્ડમાં બેડની વ્યવસ્થા પણ અસ્તવ્યત હતી. તો ડોક્ટર્સના રૂમ કેટલા છે એ બતાવવાનું કહેતા રૂમ ખોલતા જ જાણે કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ હોઈ એટલી ખરાબ હાલતમાં રૂમ જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMમાત્ર માથાનો દુખાવો જ નહીં, આ લક્ષણો પણ હાઈ બ્લડ પ્રેશરના સંકેત
November 22, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech