દિગ્જામ સર્કલ પુલ પાસે કારે ઠોકર મારતા ડોકટર અને તેમના પત્નીને ઇજા

  • July 27, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાઘેડી પાટીયા સામે બાઇકની ટકકરમાં બે વ્યકિત ઘાયલ

જામનગરના દિગ્જામ સર્કલ તરફ પુલ પાસે બે દિવસ પહેલા કારે બાઇકને ઠોકર મારતા જામનગરના તબીબ અને તેમના પત્નીને ઇજા પહોચી હતી, જયારે નાઘેડી પાટીયા પાસે મોટરસાયકલે એકટીવાને ઠોકર મારતા બે વ્યકિત ઘાયલ થઇ છે.
જામનગરની જી.જી. હોસ્પીટલ કેમ્પસ ખાતે આવેલ ન્યુ પી.જી. હોસ્ટેલ રુમ નં. ૮૨૩ ખાતે રહેતા ડો. ગૌરાંગ વેચાતભાઇ ખંડીયા (ઉ.વ.૩૦) પોતાનું પ્લેઝર બાઇક નં. જીજે૯સીએ-૨૧૦૫ લઇને ગત તા. ૨૫ના રોજ સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલ તરફ પુલની પાસેથી પસાર થતા હતા ત્યારે ફોર્ડ ફીગો કાર નં. જીજે૧કેઅ.ફ-૦૮૧૫ના ચાલકે બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી પ્લેઝર બાઇકને પાછળથી ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં ગૌરાંગભાઇ તથા તેમના પત્ની શિવાનીબેન ફંગોળાઇ નીચે પડી ગયા હતા આથી ફરીયાદીને તથા તેમના પત્નીને ફ્રેકચર તથા અન્ય નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ગૌરાંગભાઇ દ્વારા બનાવ અંગે ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં ફોર્ડ ફીગો કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં જામનગરની ખોડીયાર કોલોની કવાર્ટર નં. ૧૫૪માં રહેતા પ્રમોદ ચંદદેવ પાંડે (ઉ.વ.૫૪) ગત તા. ૨૪ના રોજ એકટીવા નં. જીજે૧૦સીજે-૫૭૮૨માં પાછળ પ્રવિણગીરીને બેસાડીને જામનગર તરફ આવતા હતા ત્યારે નાઘેડી પાટીયા સામે પહોચતા મોટરસાયકલ નં. જીજે૧૦સીસી-૫૦૫૬ના ચાલકે પુરઝડપે, બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેમાં પ્રમોદભાઇને મુંઢ ઇજા અને પાછળ બેઠેલને માથા અને મોઢા પર ગંભીર ઇજા પહોંચાડી હતી આ અંગે પ્રમોદભાઇએ સિકકા પોલીસમાં મોટરસાયકલ ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application