ડોક્ટરઃ માનવ જિંદગી માટે એક સંજીવની...

  • July 01, 2021 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ડોક્ટર્સ ડે...

પ્રાચીનકાળમાં માનવીના રોગ-દર્દ માટે જે વૈદ સારવાર આપતા તે, હજુ પણ માનવી માટે ડોક્ટર સ્વરૂપે અવિરત રીતે સેવામાં કાર્યરત છે. ડોક્ટર એ એક સામાન્ય તબીબ જ નથી, પરંતુ જવાબદાર વ્યક્તિ સાથે સમાજસુધારકની પણ સેવાઓ આપે છે. એલોપથી, હોમીઓપેથી કે આયુર્વેદ... કોઈ પણ સ્વરૂપે તબીબ લોકોની સેવા માટે કાર્યરત રહે છે. ડોક્ટરી કામગીરી એક પડકાર જ છે. જેને ડોક્ટરો જવાબદારી અને ગંભીરતાપૂર્વક સુપેરે પાર પાડે છે. ડોક્ટરોને ધંધાદારી ગણવા તેને અન્ય રૂપ ગણી શકાય. ડોક્ટર પણ તેમની નિષ્ઠા, આવડત અને કોઠાસૂઝ સાથે તેમણે દર્દીઓ માટે સમર્પિત કરેલી જિંદગીનો હક્કનું વળતર મેળવે છે.

છેલ્લા ઘણા સમયથી જીવલેણ સાબીત થયેલી મહામારી કોવિડ-19 ના કપરા સમયગાળામાં ડોક્ટરો દ્વારા જીવન જોખમે માનવ જાતિ માટે એક સુરક્ષા કવચની ભૂમિકા અદા કરી અને લાખો લોકોને મોતના મોંમાંથી પરત લાવવામાં સફળતા મેળવી છે. ડોક્ટરો ભલે ભગવાન નથી પણ ભગવાનના સ્વરૂપે આવેલી એક દૈવી શક્તિ છે તેમ આદિકાળથી જ માનવામાં આવે છે જે વર્તમાન સમયમાં સાબિત થઈ ચૂક્યું છે, આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોક્ટર્સને સલામ સાથે વંદન...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS