આધુનિક યુગમાં સ્કેમના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સ્કેમ સ્માર્ટફોન યુઝર્સ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. દેશમાં દરરોજ હજારો લોકોને ઓનલાઈન સ્કેમનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. સ્કેમર્સ સ્કેમ કરવા માટે નવી નવી સ્કીમ અપનાવી રહ્યા છે. હાલમાં જ એક નવું સ્કેમ સામે આવ્યું છે. જેને લઈને સરકારી એજન્સી સાઈબરે પણ એલર્ટ જાહેર કર્યું છે.
આજકાલના લોકો ઘરે બેઠા કોઈ પણ વસ્તુની ઓનલાઈન ખરીદી કરતા હોય છે. પરંતુ તેને રીલેટેડ આવતા મેસેજથી સાવધાન રહેવું જોઈએ. એજન્સીએ આ નવા સ્કેમ વિશે જાણકારી આપતા જણાવ્યું છે કે, આ સ્કેમ સૌથી વધારે આઈફોન યુઝર્સની સાથે થઈ રહ્યું છે. યુઝર્સને મેસેજ પર એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ખોટા એડ્રેસ હોવાના કારણે તમારૂ પાર્સલ ડિલિવર થઈ શકતું નથી. આ મેસેજનો જવાબ 24 કલાકમાં આપવામાં નહીં તો પાર્સલ રિટર્ન નહીં થાય છે. મેસેજની સાથે એક વેબ લિંક પણ આપવામાં આવી રહી છે. આ એક નકલી મેસેજ છે અને તેમાં આપેલી એક લિંક પર ક્લિક કરશો તો તમે સ્કેમનો શિકાર બની શકો છો.
ખોટી લિંક પર ક્લિક કરતાં પહેલા રહો સાવધાન
ધ્યાનથી જોવા પર ખબર પડશે કે આ મેસેજમાં ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટની યુઆરએલ ખોટી આપવામાં આવી હશે. જો તમારા ફોનમાં આવા આવે છે તો મેસેજની ફરિયાદ કરો અને લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરવી. આ ઉપરાંત તમે બેંક એકાઉન્ટની જાણકારી ન આપો અને પૈસા મોકલવાની ભૂલ પણ ન કરો. આવા મેસેજ આવવા પર નંબરને તરત બ્લોક કરો અને પોલિસમાં ફરિયાદ કરો.
કોઈ પણ વેબસાઈટ પર પોતાની પર્સનલ જાણકારી શેર કરવાની ભૂલ ન કરવી જોઈએ. ઘણી વખત ઓનલાઈન પરચેઝિંગના સમયે પોતાની જાણકારી આપી દો છો ત્યાર બાદ સ્કેમર્સ તમને મેસેજ કરે છે અને પછી સ્કેમની નવી નવી રીત અપનાવે છે. આવી પરીસ્થિતિમાં સાવધાન રહેવું જોઈએ. જેથી કરીને આવા કોઈ પણ પ્રકરના મેસેજથી સ્કેમનાં શિકારથી બચી શકાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech