વધુ પડતું ખાવાના કારણે આપણું વજન તો વધે જ છે સાથે સાથે અનેક બીમારીઓનો ખતરો પણ રહે છે. કેટલાક લોકોનું માનવું છે કે તેમના પેટમાં કૃમિ હોવાથી તેમને ખાધા પછી પણ ભૂખ લાગે છે. પરંતુ આના ઘણા કારણો હોઈ શકે છે. નિષ્ણાંતો કહે છે કે જો તમે તમારા આહારમાં ઓછી ફાઈબરની વસ્તુઓનો સમાવેશ કરો છો તો પણ તમને વારંવાર ભૂખ લાગે છે.
તણાવમાં રહેવાથી બિનજરૂરી ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં ધ્યાનપૂર્વક ખાવાની ટીપ્સને અનુસરીને વારંવાર ખાવાની સમસ્યાને દૂર કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે બિનજરૂરી ભૂખને કાબૂમાં રાખી શકાય છે.
નિષ્ણાંતોના મતે ઓછું પાણી પીવાથી ક્યારેક બિનજરૂરી ભૂખ લાગે છે. આના કારણે આપણું શરીર નિર્જલીકૃત થઈ જાય છે. જેના કારણે આપણને ભૂખ લાગે છે. દરરોજ ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવાનો પ્રયાસ કરો. તેનાથી શરીરમાંથી ટોક્સિન્સ પણ નીકળી જશે.
ફાઇબર અને પ્રોટીન લો
જો તમને વારંવાર ભૂખ લાગતી હોય તો પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. જો તમારા આહારમાં પ્રોટીન અને ફાઈબર જેવી વસ્તુઓ ન હોય અથવા તેમાંથી ઓછી માત્રામાં લો તો પણ તમને બિનજરૂરી ભૂખ લાગી શકે છે. તમારા દરેક ભોજનમાં આ બે વસ્તુઓ સામેલ કરો. આ મેટાબોલિઝમને પણ વેગ આપશે.
વ્યસ્ત જીવનશૈલીના કારણે મોટા ભાગના લોકો ભોજનના સમયમાં ફેરફાર કરી નાખે છે. પરંતુ તેનાથી સમસ્યા થઈ શકે છે. આ સિવાય જો જમવામાં મોટો ગેપ હોય તો ભૂખ વધી શકે છે. આવી સ્થિતિમાં ભોજનમાં 3 થી 4 કલાકનો ગેપ ન રાખવો.
આહારમાં ગ્રીન ટીનો સમાવેશ કરવો જોઈએ. તમે ભોજન લીધાના એક કલાક પછી ગ્રીન ટી પી શકો છો. આ તમને વારંવાર બિનજરૂરી ભૂખ લાગવાથી પણ બચાવશે. આ ઉપરાંત તમે વધુ સક્રિય અને ઊર્જાવાન અનુભવશો આ 4 ટિપ્સને અનુસરીને વારંવાર ભૂખની પીડાથી બચી શકશો. આના કારણે વધારે ખાવાની સમસ્યાથી પણ દૂર રહેશો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech