હાલ વર્ષાઋતુમાં મગફળીમાં સફેદ ઘૈણ (મુંડા)થતાં હોવાથી તેના નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન માટે આવશ્યક પગલાં જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી નાશ કરવો, મગફળીના ઊભા પાકમાં મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના ૩૦ દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દ્રારા ૫.૦ કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનામાં આપવું જોઈએ.
સફેદ ઘૈણ (મુંડા)નો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૪૦ થી ૫૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે. ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી.અથવા કવીનાલફોસ ૨૫ ઈ.સી. હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ રહે છે.
ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્યારે આ જીવાતોના નિયંત્રણ કરવા માટે કલોરપાયરીફોસ ૪ લીટર દવા ૫ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી. ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ જોઈએ. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી માટે લગત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech