કોરોનાકાળમાં કરો આ મંત્ર અને બીમારીને કહો બાય બાય

  • October 29, 2020 12:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ કોરોનાનો ડર લોકોના મનમાં એવો છવાઈ ગયો છે કે લોકો વધુમાં વધુ ઘર્મ તરફ વળી રહ્યાં છે. ધાર્મિક ગ્રંથોના પાના ઉથલાવી રહ્યાં છે અને ક્યાયથી પણ કોરોના સામે લડવા માટેનો ઉપાય શોધી રહ્યાં છે.

 

દિવસેને દિવસેને કોરોના તેનો સંકજો મજબૂત કરે છે અને લોકો તેની આસ્થા અંધશ્રધ્ધાની બોર્ડરને પાર કરવા તરફ આગળ વધી રહ્યાં હોય એમ લાગે છે. થોડા સમય પહેલા જ અનેક લોકોએ કોરોનાને ભગાડવા માટે ચાર રસ્તા પર શ્રીફળ, કાપડ અને લીંબુ મુક્યા હોય એવા  દર્શ્યો જોવા મળ્યા હતા. જોકે સામે અન્ય એક વર્ગ એવો પણ છે જે અંધશ્રધ્ધાનાં સ્થાને વિજ્ઞાન અને મંત્રશક્તિને જાણે, સમજે અને અપનાવે છે.

 

કોરોના કાળમાં જેમ સાયન્સ કોરોનાની રસી શોધી રહ્યું છે એ જ રીતે તજજ્ઞો આધ્યાત્મિક મંત્રો દ્વારા રક્ષણ કેવી રીતે મેળવી શકાય એ શોધખોળ કરી રહ્યાં છે. ધર્મ અને આધ્યાત્મમાં શિવને મોક્ષનાં દેવતા સાથે સાથે રક્ષણનાં દેવ પણ માનવામાં આવે છે અને ગાયત્રી મંત્રીની જેમ ‘ત્રય્મ્બ્ક્મ યજામહે...’ મંત્રને પણ અત્યંત શક્તિશાળી મંત્ર માનવામાં આવી રહ્યો છે. આથી સ્પીરિચુઅલ ડેપ્થ ધરાવનાર વ્યક્તિ ગાયત્રીમંત્ર અને શિવનો મંત્ર કરવાનું સુચન કરે છે.  આ મંત્ર કરવાથી ધ્યાન કેન્દ્રિત થાય છે અને લોકોની માનસિક ક્ષમતામાં વધારો થાય છે જેની સીધી અસર ઈમ્યુંનીટી સિસ્ટમ પર પડે છે અને કોરોના જેવી બીમારી સામે લડવા માટે શક્તિ મળે છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS