રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત સાંજે એવો હુકમ જાહેર કર્યો છે કે આગામી એપ્રિલ માસથી આધાર કાર્ડની કામગીરી વોર્ડ વાઇઝ જે તે વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે કરવાની રહેશે. આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું લીવેબલ રાજકોટની થીમ ઉપરનું બજેટ રજૂ કરતી વેળાએ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે તેઓ બજેટની દરેક જોગવાઇની અમલવારી થાય તે સુનિશ્ચિત કરશે અને તે માટે સમયાંતરે સતત રીવ્યુ કરશે. દરમિયાન હજુ નવું નાણાકીય વર્ષનો પ્રારંભ પણ થયો નથી ત્યાં જ તેમણે આધાર કાર્ડની કામગીરી વોર્ડવાઇઝ કરવાનો હુકમ જારી કર્યો છે અને એપ્રિલ માસના પ્રારંભથી તેની ચુસ્ત અમલવારી કરવા આદેશ કર્યો છે.
વિશેષમાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ રા.મ.ન.પા./ ચૂંટણી/જાવક નં.૨૬૯, તા.૧૯-૩-૨૦૨૫થી કરેલા હુકમમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતી સુવિધા પોતાના રહેઠાણ નજીકના બોર્ડમાં મળી રહે તે માટે વિવિધ સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલ છે આ સુવિધામાં વધારો કરતા વર્ષ-૨૦૨૫-૨૦૨૬ના અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ યુઆઇડી આધાર કાર્ડ કેન્દ્રો દ્વારા આપવામાં આવતી સુવિધાનું વિકેન્દ્રીકરણ હવે વોર્ડવાઇઝ થશે. આ હુકમની સાથે જ કમિશનરે ૧૮ વોર્ડના ૧૮ આધાર કેન્દ્રો અને ત્રણેય ઝોન ઓફિસના ત્રણ ફરિયાદ આધાર કેન્દ્રો મળીને કુલ ૨૧ સ્થળોએ આધાર કાર્ડની કામગીરી કરવા આદેશ કર્યો છે.
ઉપરોક્ત હુકમમાં મ્યુનિ.કમિશનરે એમ પણ ઉમેર્યું છે કે આગામી તા.૧-૪-૨૦૨૫થી તમામ વોર્ડમાં આધાર કેન્દ્રો કાર્યરત થઈ જાય તે માટે પાંચ શાખાઓએ સાથે મળીને કામગીરી કરવાની રહેશે જેમાં (૧) કોમ્પ્યુટર આઈ ટી બ્રાન્ચ દ્વારા આધાર કેન્દ્રના ઇન્ટરનેટ કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર તેમજ તેને સંલગ્ન તમામ ટેકનિકલ સેવાઓ પૂરી પાડવી (૨) સેન્ટ્રલ સ્ટોર્સ (સ્ટેશનરી)બ્રાન્ચ દ્વારા લગ્ન બોર્ડના આધાર કેન્દ્ર માટે બોર્ડ ઓફિસ ની માંગણી મુજબનું ફર્નિચર સ્ટેશનરી કાર્તેઝ રિફિલિંગ તેમજ અન્ય વસ્તુઓ પૂરી પાડવી (૩) ચૂંટણી શાખા દ્વારા યુઆઇડી આધાર વિભાગ દ્વારા નિયત થયેલ ફોર્મ્સ માંગણી મુજબ પુરા પાડવાના રહેશે તેમજ ગુજરાત સામાજિક આંતર માળખાકીય વિકાસ સોસાયટી (જીએસઆઇડીએસ) સાથેની ગ્રાન્ટ તેમજ અન્ય કામગીરીનું સંકલન ચૂંટણી શાખાએ કરવાનું રહેશે. (૪) રોશની શાખા દ્વારા વોર્ડ વાઇસ આધાર કેન્દ્ર ખાતે જરૂરી ઈલેક્ટ્રીફીકેશન કરવાની કામગીરી તેમજ (૫) બાંધકામ શાખા દ્વારા આધાર કેન્દ્ર માટે જરૂરી ફેરફારો જેવા કે સિવિલ વર્ક પાર્ટીશન વિગેરે કરવાની ટેક્નિકલ કામગીરી કરવાની રહેશે.
આટલા સ્થળોએ થશે આધારકાર્ડની તમામ કામગીરી
ક્રમ------વોર્ડ નંબર/ઝોન -------આધાર કેન્દ્રનું સ્થળ
૧. વોર્ડ નં.૧ કેશિયર વાળો રૂમ, વોર્ડ નં-૧ની વોર્ડ ઓફીસ, રામાપીર ચોકડી, રાજકોટ
૨. વોર્ડ નં.૨ વોર્ડ ઓફીસ, ભોય તળિયે,ટેક્સ ઇન્સ્પેકટરની સામેનો રૂમ,ગીત ગુર્જરી સોસાયટી, રાજકોટ
૩.વોર્ડ નં.૩ વોર્ડ ઓફીસ ૩-ક સેનેટરી સબ ઇન્સ્પેકટરની બાજુનો રૂમ, ભોય તળિયે, આસ્થા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ, પાસે, રાજકોટ
૪.વોર્ડ નં.૪ વોર્ડ ઓફીસ, સેનેટરી સબ ઇન્સ્પેકટરની બાજુનો રૂમ, ભોયતળિયે, રાજેશ ઓઈલ મિલની સામેની શેરી, રાજકોટ
૫.વોર્ડ નં.પ વોર્ડ ઓફીસ, અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ પાસેની શેરીમાં, પેડક રોડ, રાજકોટ
૬.વોર્ડ નં.૬ વોર્ડ ઓફીસ, મયુરનગર શેરી નં.૩, રાજમોતી ઓઈલ મિલની પાછળના ભાગે, રાજકોટ
૭.વોર્ડ નં.૭ વોર્ડ ઓફીસ, સેનેટરી ઇન્સ્પેકટર વાળો રૂમ. ભોય તળિયે એસ્ટ્રોન સિનેમા પાસે, રાજકોટ
૮.વોર્ડ નં.૮ વોર્ડ ઓફીસ, ગ્રાઉન્ડ ફ્લોર, સોજીત્રાનગર, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, રાજકોટ
૯.વોર્ડ નં.૯ વોર્ડ ઓફીસ, કેશિયર વાળો રૂમ, અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ
૧૦.વોર્ડ નં.૧૦ વોર્ડ ઓફીસ, ભોય તળીયે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા પાસેનો હયાત રૂમ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ
૧૧.વોર્ડ નં.૧૧ વોર્ડ ઓફીસ, મલ્ટી એક્ટિવિટી સેન્ટરની બાજુમાં, આન હોન્ડા શોરૂમની પાસે, નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ
૧૨.વોર્ડ નં.૧૨ વોર્ડ ઓફીસ, ભોય તળીયે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકનો રૂમ, મવડી ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ
૧૩.વોર્ડ નં.૧૩ કૃષ્ણનગર સિટી સિવિક સેન્ટર, સ્વામિ નારાયણ ચોક પાસે, રાજકોટ
૧૪.વોર્ડ નં.૧૪ વોર્ડ ઓફીસ, ભોય તળિયે, સિંદુરીયા ખાણ પાસે, કોઠારિયા રોડ, રાજકોટ.
૧૫.વોર્ડ નં.૧૫ વોર્ડ ઓફીસ, અમુલ સર્કલ પાસે, ૮૦ ફૂટનો રોડ, રાજકોટ
૧૬.વોર્ડ નં.૧૬ વોર્ડ ઓફિસ, મેહુલ નગર શેરી નંબર-૬, કોઠારિયા રોડ, રાજકોટ
૧૭.વોર્ડ નં.૧૭ વોર્ડ ઓફિસ, ટેક્સ ઇન્સ્પેકટર વાળો રૂમ, રાજકોટ
૧૮.વોર્ડ નં.૧૮ વોર્ડ ઓફિસ, ટેક્સ ઇન્સ્પેકટર વાળો રૂમ, રાજકોટ
૧૯. ઇસ્ટ ઝોન ઓફિસ, રાજમોતી મિલ સામે, ભાવનગર રોડ, રાજકોટ
૨૦. સેન્ટ્રલ ઝોન ઓફિસ, ઢેબરભાઇ રોડ, એસટી બસ પોર્ટ પાસે, રાજકોટ
૨૧. વેસ્ટ ઝોન ઓફિસ, બિગ બઝાર પાછળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર અને વિસાવાડામાં ગુમ થયેલ બે મોબાઇલ પોલીસે શોધી આપ્યા
March 29, 2025 03:50 PMછ હજાર શહેરીજનોએ મેળા મેદાનમાં રચી ‘વુમન પાવર’માનવ સાંકળ
March 29, 2025 03:49 PMરતનપર નજીક ઝુરીઓમાં રાબેતા મુજબ ફરી એક વખત શનિવારે લાગી આગ!
March 29, 2025 03:48 PMરાજીવનગર વિસ્તારમાં એક વર્ષથી ખોદકામ બાદ પણ રસ્તા સમથળ નહીં થતા આક્રોશ
March 29, 2025 03:47 PMપોરબંદરના વિવિધ પ્રાણપ્રશ્ર્નોનું નિરાકરણ કરો
March 29, 2025 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech