ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસ પોર્ટ સહિત ડિવિઝનના નવ ડેપો ખાતેથી દિવાળી નિમિત્તે ફુલ ૧૦૦ એકસટ્રા બસ દોડાવવાનું આયોજન છે. ગઇકાલથી એકસ્ટ્રા બસ સેવા શ કરવામાં આવી હતી, ગઇકાલે પહેલા દિવસે ઓછો ટ્રાફિક રહ્યો હતો પરંતુ આજે સવારથી ધૂમ ટ્રાફિક નીકળતા બપોર સુધીમાં ૨૦ એકસટ્રા બસ દોડાવાઇ હતી.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી કલોતરા એ જણાવ્યું હતું કે આજે અમદાવાદ તેમજ વેરાવળ સહિતના ટ ઉપર એકસટ્રા બસ દોડાવવામાં આવી હતી. આગામી દિવસોમાં તમામ ફરવા લાયક સ્થળોના રૂટ તેમજ જે કોઈ ટ ઉપર મુસાફરોનો વધુ ટ્રાફિક જોવા મળે તે ટ ઉપર એકસટ્રા બસ મુકવાનું આયોજન છે. જોકે સૌથી વધુ ટ્રાફિક અમદાવાદ ટ ઉપર જોવા મળી રહ્યો છે. આમ છતાં અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, જુનાગઢ,વેરાવળ સોમનાથ, જામનગર દ્રારકા, અમરેલી,ભુજ અને ભાવનગર સહિતના ટ ઉપર એકસટ્રા બસો મૂકવામાં આવશે. રાજકોટ ઉપરાંત ડિવિઝનના અન્ય તમામ નવ ડેપો જેમાં ગોંડલ મોરબી જસદણ વાંકાનેર ચોટીલા લીંબડી સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સહિતના ડેપોને પણ જરિયાત મુજબ એકસટ્રા બસોનું સંચાલન કરવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકસટ્રા બસમાં ટિકિટ પણ રોજિંદા ટિકિટ દરની તુલનાએ કરતા પચીસ ટકા એકસટ્રા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMબાબા સિદ્દીકી હત્યા કેસઃ પુણેમાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ, અત્યાર સુધીમાં 18ની ધરપકડ
November 07, 2024 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech