દિવ્યાંકા ત્રિપાઠી સાથે ઇટાલીમાં થઈ લૂટફાટ

  • July 12, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી ઈન્ડસ્ટ્રીની ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી આ દિવસોમાં પતિ વિવેક દહિયા સાથે યુરોપના પ્રવાસે છે, જેની ઝલક તે સોશિયલ મીડિયા પર સતત શેર કરતી રહે છે. આ સફર દરમિયાન તેની સાથે કંઈક એવું બન્યું, કે હવે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ઈટલીમાં ફરી રહ્યા હતા, આ દરમિયાન તેમના સાથે લૂટફાટ થઈ હતી. સફર દરમિયાન, ચોરોએ કારનો કાચ તોડી નાખ્યો હતો અને તેની કારમાંથી કપડાં, પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સહિત લાખોનો સામાનની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. જે બધાની કિંમત આશરે 10 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
"
આ દિવસોમાં ઈટાલીના ફ્લોરેન્સમાં રોમેન્ટિક રજાઓ માણી રહેલા દિવ્યાંકા અને વિવેકે હવે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ ભારત પરત ફરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, જેને લઈને કપલ ચિંતિત છે. આવી સ્થિતિમાં દિવ્યાંકાએ ભારત પરત ફરવા માટે મદદની વિનંતી કરી છે. થયેલી લૂટફાટમાં દિવ્યાંકા અને વિવેકના કપડાં અને પર્સ ચોરાઈ ગયા હતા, જેમાં કેટલીક રોકડ રકમ, કાર્ડ અને પાસપોર્ટ હતા. આવી સ્થિતિમાં, તેમની રોમેન્ટિક સફર એક દુઃસ્વપ્ન બની ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News