છાંયાની ચાણક્ય વિદ્યાલય ખાતે નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો.તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતુ.દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે’ એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પુર્યા હતા. મધરાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો. પછી વસુદેવ શ્રીકૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મુકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા. તેથી શ્રીકૃષ્ણના જન્મદિવસને ગોકુળઅષ્ટમી પણ કહે છે. જન્માષ્ટમીનો તહેવાર ખુબ ધામધુમથી ઊજવાય છે.આ દિવસે લોકો ઉપવાસ કરે છે. મંદિરોને શણગારવામાં આવે છે. ભજન-કીર્તન થાય છે.રાત્રે ૧૨:૦૦ વાગ્યે કૃષ્ણજન્મ થતા લોકો રાસની રમઝટ બોલાવે છે, ગુલાલ ઉડાડે છે,નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી.શોર સાથે પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝુલતા કનૈયાનાં દર્શન કરે છે. કેટલાંક સ્થળે મેળા ભરાય છે.લોકો હોશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે. ઠેર-ઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
આવા જ એક સુંદર મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવની શાનદાર ઉજવણી પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલી ચાણક્ય વિદ્યાલયમાં ખુબ જ ધામધુમથી કરવામાં આવ્યો હતો. શાળામાં કૃષ્ણ જન્મોત્સવ સૌ પ્રથમ ઉજવવામાં આવ્યો હતો જેમાં સુંદર મજાના બાળગોપાલનું વાજતે ગાજતે શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે મટકી ફોડની સ્પર્ધા રાખવામાં આવેલ હતી.તેમજ શાળાના પટાંગણને સુંદર રીતે સુશોભીત કરવામાં આવ્યુ હતુ તેમજ કાનુડાને હિંડોળા પર બિરાજમાન કરવામાં આવેલ હતો.શાળાનું સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું નાનેથી લઈને મોટા સુધીના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ આનંદ કર્યો હતો.
આ તબક્કે શાળાના મુખ્ય ટ્રસ્ટી કમલભાઈ પાઉં,હિતેનભાઈ પાઉં તેમજ અનિલભાઈ બાપોદરા તેમજ શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓનો તેમજ સમગ્ર શિક્ષકગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech