જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ
૧૯ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે "આપણું શૌચાલય: આપણું સન્માન" અભિયાનની શરૂઆત કરાઈ
સમગ્ર જામનગર જિલ્લામાં ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી સ્વચ્છતા અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરાશે
જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા
સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ-2 ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી, જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ૧૯ મી નવેમ્બર ૨૦૨૪ના રોજ "વિશ્વ શૌચાલય દિવસ" નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે વિવિધ સૂચનો કરાયા હતા. જિલ્લામાં ૧૯ નવેમ્બરથી "આપણું શૌચાલય: આપણું સન્માન" અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં જિલ્લામાં આગામી ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા આ સાથે સરકારશ્રીની સહાયથી શૌચાલય બનાવનાર લાભાર્થીઓને પણ વહીવટી મંજુરી હુકમો એનાયત કરાયા હતા.
અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શારદા કાથડે જણાવ્યું કે, સરકારની ગાઇડલાઈન મુજબ જિલ્લામાં સ્વચ્છતા અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી, અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરી ત્યાં જરૂરી સુવિધાઓ ઉભી કરી પુનઃ ચાલુ કરાવવા, પાણી, દરવાજાનું સમારકામ, વીજળી વગેરે જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સાથે સાથે તેઓ દ્વારા ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓની ઓળખ કરવા તેમજ OTA ગ્રાન્ટનો ઉપયોગ કરી દરેક ગામોમાં સાર્વત્રિક સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech