ધણી ધોરી વગરના જોડીયા બંદરની મુલાકાત લેતાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા

  • April 05, 2021 08:42 PM 

સ્વખર્ચે બંદરમાં કાપ કાઢવાનું મુર્હુત પ્રમુખના હસ્તે કરાયું

વર્ષોથી જોડીયા બંદરમાં વધતા જતા કાપ અને બંદર કાંઠો અત્યંત જર્જરીત હોવાથી જોડીયાના બોટ ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરતા રહ્યા, રાજયના દરેક ચૂંટણી સમયે રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારો જોડીયા બંદરના વિકાસનો મુદો ખરેખર આજ સુધી જોડીયાન માછીમારો માટે લોલીપોપ સાબિત થયેલ છે અને રાજય અને કેન્દ્ર સરકારને જોડીયા બંદના વિકાસમાં રસ નથી જેના કારણે જોડીયાનું બંદર ધણી ધોરી વગરનું થઇ ગયું છે, તાજેતરમાં તા.પ. અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વ જોડીયાની બેઠકથી જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવાર તરીકે તાલુકાના લખતરના ધરમશી આર. ચનીયારાએ જોડીયાના ભાજપાના કાયર્લિયમાં જોડીયાના માછીમાર ભાઇઓ સાથે બેઠક યોજીને જોડીયા બંદરના પડતર પ્રશ્ર્ન ઉકેલવા ખાત્રી આપી હતી.

ધરમશી આર.ચનીયારા જિલ્લા પંચાયત પ્રમુખ બનતા જોડીયા બંદરના પ્રશ્ર્ન હાથમાં લઇને પોતાના સ્વખર્ચે રવિવારના રોજ જોડીયા બંદરની મુલાકાત લઇને પોતાના હસ્તે બંદરમાંથી કાપ કાઢવાનું મુર્હુત જેસીબીને શ્રીફળ વધારીને કરેલ અને બંદર કાંઠાની જર્જરીત હાલત જોતા આ અંગે રાજય અને કેન્દ્રમાં રજૂઆતની ખાત્રી આપેલ. જેના કારણે બોટ ચાલકો તથા દરિયામાં જવા માછીમારો ભાઇઓમાં પ્રમુખ પ્રત્યે લાગણી જોવા મળેલ, પ્રથમવાર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાના જોડીયા બંદર પ્રવાસમાં સ્થાનિક લઘુમતિ સમાજના ગ્રામ પંચાયતના સભ્ય ઇલ્યાસ સમેજા અને મોટાવાસના પૂર્વ પ્રમુખ અકબર પટેલ તથા ગામના ભાજપા કાર્યકતર્િ દિપેન્દ્ર સોઢા, હાર્દિક લીંબાણી, માર્કેટ યાર્ડ, જોડીયાના મયુરભાઇ ચનીયારા તથા માછીમાર ભાઇઓ જોડાયા હતાં, બંદરમાં કાપ કાઢવાથી બોટ ચાલકોને બંદર કિનારે આવતા જતાં સરળતા રહેશે, પાંચ ફુટ જેટલા બંદર વિસ્તારમાાં કાપ ભરાય ગયો છે, આઝાદીના સાત દાયકા બાદ પ્રથમ વખત જોડીયા બંદરની કામગીરી જોવા મળેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS