‘તાઉ તે’ વાવાઝોડા સંદર્ભે જિલ્‍લા મેજેસ્‍ટ્રેટ દ્વારા જરૂરી નિયંત્રણ અંગેનું જાહેરનામું પ્રસિધ્‍ધ

  • May 18, 2021 11:06 AM 

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ બુલેટીન મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડ્રીપ્રેશન  સર્જાતા સૌરાષ્‍ટ્ર કચ્‍છ વિસ્‍તારમાં તા.૧૭-૦૫-૨૦૨૧ થી તા.૧૮-૦૫-૨૦૨૧ દરમ્‍યાન તાઉ તે વાવાઝોડા અન્‍વયે ભારે વરસાદ થવાની સંભાવના છે. જે સબબ સાવચેતીના ભાગરૂપે ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા.૧૮-૦૫-૨૦૨૧ના રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી અતિ આવશ્‍યક સંજોગો સિવાય કોઇપણ વ્‍યક્તિએ ઘરની બહાર નિકળવું નહી. કાચા મકાનમાં તથા નીચાવાળા વિસ્‍તારોમાં વસતા લોકોને સલામત સ્‍થળોએ (પાકા મકાનમાં) ખસી જવા જણાવવામાં આવે છે.

જો પાકા મકાનની અન્‍ય વ્‍યવસ્‍થા ન હોય તો જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ આશ્રય સ્‍થાનોમાં આશ્રય લેવો. દરિયાકાંઠાના વિસ્‍તારોમાં દરિયાકાંઠાથી ૨૦૦ મીટર સુધીના વિસ્‍તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. દરિયામાં કોઇ પણ પ્રકારની બોટ કે માછીમારીનું સાધન લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

આ જાહેરનામું ફરજ પરના અધિકારી/કર્મચારીઓને તેમજ ખાસ હુકમથી જે કોઇને મુક્તિ આપવામાં આવેલ છે તેવા વાહનો તથા વ્‍યક્તિઓને લાગુ પડશે નહી. જાહેરનામાના ઉલ્‍લંઘન કરના વ્‍યક્તિ ફોજદારી અધિનિયમ-૧૮૬૦ અન્‍વયે કાની કાર્યવાહીને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS