ભાવનગર કલેકટર કચેરી ખાતે શુક્રવારે જિલ્લાના પ્રભારી સચિવ સુપ્રિતસિંઘ ગુલાટીએ ભારે વરસાદ અને નાગરિક સંરક્ષણની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં પ્રભારી સચિવએ ભાવનગર જિલ્લામાં નાગરિક સંરક્ષણના ભાગરૂપે તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે યોજવામાં આવેલ મોકડ્રીલ અને બ્લેક આઉટ સહિત લોકોની સુરક્ષા માટે કરવામાં આવેલ તૈયારીઓની જાણકારી મેળવવાની સાથે જિલ્લાની હોસ્પિટલો, ૧૦૮ એમ્બ્યુલન્સ, સિવિલ ડિફેન્સના કર્મીઓ, ફાયર અને મહેસૂલ વિભાગ, ડિઝાસ્ટર તથા આપદામિત્રોને તૈનાત રાખવા, નિયત કરાયેલા સ્થળોએ સાયરનની સુવિધા કાર્યરત રાખવાના સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલે નાગરિક સંરક્ષણ માટેની મૂળભૂત સેવાઓની માહિતી આપતા જણાવ્યું કે, ભાવનગર જિલ્લાના એરપોર્ટ, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ, ઘોઘા રો-રો ફેરી બંદર, રેલ્વે સ્ટેશન, બંદરો, ાલદભહ સબ સ્ટેશનને કેટેગરી પ્રમાણે મહત્વના સ્થળો પર તૈયારીઓ કરવામાં આવેલી છે. નાગરિક સંરક્ષણના સ્વયંસેવકો, વીજ વિભાગ, પોલીસ સ્ટેશન, ભાવનગર જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરીને ફરજ પર હાજર રહેવા આદેશ કરવામાં આવ્યા છે. કલેકટરએ ભાવનગર જિલ્લામાં પડેલાં વરસાદની આંકડાકીય વિગતોથી સચિવને માહિતગાર કરવા ઉપરાંત ભૂતકાળમાં ભાવનગરમાં આવેલાં પૂર અંગે પણ માહિતગાર કર્યાં હતાં. આ બેઠકમાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ડી.એમ. સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, નાયબ પોલીસ અધિક્ષક આર.વી.ડામોર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech