દ્વારકા જિલ્‍લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

  • April 07, 2021 07:35 PM 

ચોમાસુ બેસે તે પહેલા જળસંચયનો વ્‍યાપ વધારવા રાજય સરકારનું આયોજન છે. આ આયોજનનો દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં પણ અમલ થઇ રહયો છે. આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના હંજરાપર ગામેથી જિલ્‍લાના કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આ વર્ષે રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન(ચોથો તબકકો) 1 એપ્રીલ થી 31 મે 2021 સુધી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં જુદા જુદા વિભાગો જેવા જળસંપતિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વન વિભાગ, ડી.આર.ડી.એ. વિભાગ દ્વારા જિલ્‍લામાં જળ સંચયના કુલ 220 કામો રૂ. 6.63 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. સુજલામ સુફલામ યોજનાનો હંજરાપર ગામેથી પ્રારંભ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, મામતદાર કે.જી. લુકકા, કાર્યપાલક ઇજનેર મકવાણા, એન્‍જીનીયર જયદીપ પટેલ, પી.એસ.જાડેજા, હંજરાપરના સરપંચ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS