ખેડૂતોને બે કલાક વધુ વિજળી આપવાના રાજય સરકારના સંવેદનશીલ નિર્ણયને આવકારતું જામનગર જિલ્લા ભાજપ

  • July 08, 2021 09:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી રહેલ છે ત્યારે ગુજરાતના ખેડૂતોને આ કપરા સમયે સિંચાઈ - પાણી માટે તકલીફ ન પડે તે માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે ખેડૂતોને ૮ ક્લાક ને બદલે ૧૦ ક્લાક વિજળી પુરી પાડવાનો નિર્ણય કરેલ છે.

રાજય સરકારના આ સંવેદનશીલ નિર્ણયને જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નયનાબેન પરમાર, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, મેઘજીભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ચંદ્રેશભાઈ પટેલ, ડો. પી.બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રીઓ દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, મનોજભાઈ ચાવડીયા, ચેતનભાઈ કડીવાર સહિતના આગેવાનોએ એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાજય સરકાર હંમેશા ધરતીપુત્રોની સાથે અડીખમ ઉભી છે, 'ખુશહાલ ખેડૂત - સમૃધ્ધ ગુજરાત” ના મંત્ર સાથે કાર્ય કરી રહેલ ભાજપ સરકારના સબળ અને સક્ષમ નેતૃત્વને અભિનંદન આપી જિલ્લાના ખેડૂતો વતી આભારની લાગણી વ્યકત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS