દ્વારકા શહેર ભાજપની કારોબારી સભા યોજાઈ: જિલ્લા ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

  • July 08, 2021 10:56 AM 

દ્વારકાના વોર્ડ નં.1 માં હિરબાઈ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારકા શહેરની કારોબારી મીટીંગ યોજાઈ હતી. દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજ્યભાઈ બુજડ દ્વારા મીટીંગમાં ભારતીય જનતાપાર્ટી દ્વારા કોરોનાકાળમાં કરાયેલ લોકસેવાને યાદ કરતાં ભાજપ હંમેશા પ્રજા પ્રશ્ને ખડેપગે રહયો હોવાનું જણાવ્યું હતું.

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર હોય તે પહેલા જ ભાજપ સંગઠનને વધુ મજબુતીકરણ, પેઈજ પ્રમુખની ડીજીટલ નિમણૂંક સહિતના મુદ્દે અગ્રણીઓ દ્વારા ચચર્િ વિચારણા કરાઈ હતી. બેઠકમાં બૃહદ સંકલન સમિતિ સભ્ય તથા ઓખા ચૂંટણી ઈન્ચાર્જ સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શૈલેષભાઈ કણઝારીયા તથા યુવરાજસિંહ વાઢેર, પૂર્વ જિ.પં. અધ્યક્ષ પાલાભાઈ કરમુર, જામનગર મહામંત્રી મેરામણભાઈ, પૂ.તા.પં.પ્રમુખ દ્વારકા - મસરીભાઈ નંદાણીયા, ભાજપ જિ,પં. દ્વારકા પરબતભાઈ ભાદરકા, જિ.ભાજપ કાયર્,િમંત્રી કીરીટભાઈ ખેતીયા, દ્વારકા નગરપાલીકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઉ,પ્ર.પ્રકાશભાઈ વાઘેલા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપપ્રમુખ નયનાબા રાણા, જિ.મંત્રી રમેશભાઈ હેરમા, દ્વારકા શહેર ભાજપ પ્રભારી મોહનભાઈ બારાઈ તથા લલીતભાઈ સોનગરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરીયા તેમજ સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનીય કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)