કરવેરા વિનાના બજેટને આવકારતા જિલ્લા ભાજપ આગેવાનો

  • March 05, 2021 11:02 AM 

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું 2,27,029 કરોડનું પુરાંતલક્ષી, વિકાસલક્ષી, આત્મનિર્ભરતા તરફ લઇ જનાર છતાં કોઇ નવા કરવેરા વગરના બજેટને ઉમળકાભેર આવકારતા જામનગર જિલ્લા ભાજપના આગેવાનો: કૃષી, શિક્ષણ, જળસંપતિ, રોજગારી, આધુનિકતા સહિત તમામ બાબતો પર વિશેષ ઘ્યાન

ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા આગામી વર્ષ માટે ઐતિહાસીક ગણાવી શકાય તેવું બજેટ રજૂ કરી ભાજપ સરકારના સૌનો સાથ સૌની વિકાસ ના મંત્રને દોહરાવ્યું હોવાનું જામનગર જિલ્લા ભાજપની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ પાણીના નેતૃત્વમાં દેશમાં પ્રથમ વખત લાઇવ મોબાઇલ એપ્લીકેશન મારફત રાજયના લોકોએ બજેટને નિહાળ્યું તે ઘટના પણ ગૌરવપ્રદ કહી શકાય, વર્ષ 2021-22ના આ બજેટમાં કૃષી, શિક્ષણ, રોજગાર સહિત તમામ બાબતોને મહત્વ આપવામાં આવેલ છે, વિશેષમાં જામનગર જિલ્લામાં શેખપાટમાં નવી જીઆઇડીસી માટે ફાળવણીની જાહેરાત, સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ માટે ા. 25 કરોડની ફાળવણી, ધો. 10 થી 12ના 19 લાખ વિધાર્થીઓ માટે મફત પુસ્તકો સહિત શિક્ષણ માટે 32719 કરોડની જંગી ફાળવણી, કૃષી વિભાગમાં 7232 કરોડની જાહેરાતમાં રાજયના 4 લાખ ખેડુતોને બીયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટીકના બે ટબ વિનામુલ્યે આપવા, કોરોનામાં રાજયની આવક ઘટી હોવા છતાં કોઇપણ જાતના નવા કરવેરા વગરનું આ બજેટ ખરેખર આવકારદાયક છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઇ જાની, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઇ શાપરીયા, મેઘજીભાઇ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઇ ધારવીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ડો. પી.બી. વસોયા, સુર્યકાંત મઢવી સહિતના આગેવાનોએ આ બજેટને ડીજીટલ બજેટ ને આવકારેલ છે.

કોરોના કાળમાં સરકારને વિવિધ વેરાની આવકમાં ઘટાડા છતાં સૌથી મોટું અને વિકાસલક્ષી બજેટ થી સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્ર્વાસ ને સાર્થક કરતા તમામ વર્ગોને સમર્પીત અને અર્થવ્યવસ્થાને ઉત્કૃષ્ટ બનાવવાના અભિગમ સાથેના ગુજરાત સરકારના વિકાસલક્ષી બજેટ રજુ કરવા બદલ આનંદની લાગણી વ્યકત કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS