જિલ્‍લા એડવાઇઝરી કમીટીની બેઠક કલેકટર ડો. નરેન્‍દ્ર મીનાના અધ્‍યક્ષસ્‍થાને મળી

  • March 26, 2021 07:38 PM 

સમાજમાં પુરૂષ અને સ્‍ત્રીનું પ્રમાણ સમતોલ રાખવાના હેતુથી ભૃણ હત્‍યા અટકાવવા માટે ભારત સરકાર તરફથી કરવામાં આવેલા પીસી એન્‍ડ પીએનડીટી એકટ ૧૯૯૪ હેઠળ કાયદા અને તે હેઠળ ઘડાયેલા નિયમોના અમલીકરણની સમીક્ષા બેઠક કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.

બેઠકમાં ગત મીટીંગની મીનીટસનું વાંચન તથા દરખાસ્‍તોને બહાલી આપવા ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સોનોગ્રાફી મશીનના ઉપયોગ માટે મંજુરી માંગેલ ડોકટરોને મંજુરી આપવા, સોનોગ્રાફી મશીનના રજીસ્‍ટ્રેશન કરાવવા ઓમ હોસ્‍પિટલ ખંભાળીયાએ નવા રજીસ્‍ટ્રેશન તેમજ સોનોગ્રાફી મશનીના ઉપયોગ કરવા આપેલ મંજુરીને બહાલી આપવા જણાવ્‍યું હતું. તેમજ ડો. સોમાત ચેતરીયા સંચાલિત સાકેત હોસ્‍પિટલ, ખંભાળીયા દ્વારા જિ.જામનગરના ડો.વિપુલ કરમુર સંચાલિત વેદાંત ઇમેજીંગ સેન્‍ટર, જામનગર પાસેથી ખરીદી કરેલ સોનોગ્રાફી મશીનની નોંધણી કરી રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટ ફોર્મ-બીમાં સમાવેશ કરવા મંજુરી આપવા જણાવ્‍યું હતું.

દેવભુમિ મલ્‍ટી સ્‍પેશીયાલીસ્‍ટ હોસ્‍પીટલ ખંભાળીયા, સ્‍ત્રીરોગ નિષ્‍ણાંત ડો.મોહિત કે.જૈનને સોનોગ્રાફી મશીન ઉપયોગ કરવાની મંજુરી આપવા જણાવ્‍યું હતું. તેમજ ફયુજી ફિલ્‍મ સોનોસાઇટ ઈન્‍ડિયા પ્રા.લી. ગુરગાવ(હરીયાણા)ને દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સોનોગ્રાફી મશીનના ડીસ્‍ટ્રીબ્‍યુટર, ઇમ્‍પોર્ટર અને ટેકનિશ્યન તરીકે મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી રાજ સુતરીયા, મેડીકલ ઓફીસરઓ, તાલુકા હેલ્‍થ ઓફીસરઓ, ડો. કાશ્‍મીરાબેન રાયઠઠા તથા સમિતિના સભ્‍યો વગેરે ઉપસ્‍થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS