વાહન ચાલકોની ફ્રી આંખની તપાસણી તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ: એસ.ટી. બસમાં અવેરનેશ પ્રેઝન્ટેશન કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેયની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક હાર્દિક પ્રજાપતિ ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળ જીલ્લા ટ્રાફિક શાખા પીએસઆઇ વી.એમ.સોલંકી તથા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત ખંભાળિયા-જામનગર હાઇવે રોડ ટોલનાકા પાસે ફ્રી આઈ ચેક અપ તથા ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
દેવભુમી દ્વારકા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતી આવે એ માટે નવતર અભિગમ સાથે અવેરનેશ પીપીટી પ્રેઝન્ટેશન કરવામાં આવી રહયું છે, ટ્રાફિક પોલીસ દ્વારા એસટી બસમાં મુસાફરોને અકસ્માતોથી બચવા અને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન સમજ આપવામાં આવી હતી, મુસાફરોને ચા પણ પિવડાવવામાં આવી હતી અને નવતર પ્રકારનો અવેરનેશ સાથેનું પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતું.
જેમાં એસટી બસ ડ્રાઈવર તથા ટ્રક ચાલકો તથા અન્ય વાહન ચાલકો એમ કુલ 176 વાહન ચાલકોની આંખના ડોક્ટર રાયમંગીયા તથા તેઓની ટીમ દ્વારા આઇ ચેકઅપ તથા ચેક અપ દરમિયાન 58 જેટલા વાહન ચાલકોને નંબર જણાતા ફ્રી માં ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતું, તેમજ વાહન ચાલકોને ટ્રાફિક રૂલ્સ બાબતે અવેરનેસ આવે તે માટે ટ્રાફિક રુલ્સ અંગેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવેલ હતું, અને નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, આવી રીતે અલગ અલગ એસટી બસોમાં 300 થી વધારે મુસાફરો સાથે ચા સાથે ચચર્િ કરાઇ હતી.આ કાર્યક્રમમાં ખંભાળિયા આરટીઓ અધિકારી તથા એસટી વિભાગ ખંભાળિયાના ડેપો મેનેજર તેમના સ્ટાફ સાથે તથા લાયન્સ ક્લબ, મહિલા મંડળ ખંભાળિયા તથા લેડીઝ ચેમ્બર ઓફ ખંભાળિયા તથા રઘુવંશી મહિલા મંડળના સભ્યો હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech