મેંગોપીપલ પરીવાર દ્વારા જરુરીયાતમંદ પરીવારોને રાશન કીટનું વિતરણ

  • June 16, 2021 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા પરીવારો તથા જરુરીયાતમંદ પરીવારોને રાશન કીટનું વિતરણ કરાયું હતું.

કોરોનાની કારમી થપાટ ખાઈને પણ જવાબદારી પૂર્વક જીવન જીવતા અને આર્થિક સંકડામણ હોવા છતાં ખુમારી સાથે પોતાનો જીવન નિર્વાહ ચલાવતા લોકોને  મેંગોપીપલ પરીવાર દ્વારા શોધીને રાશનની કીટ અર્પણ કરવામાં આવેલ હતી, આ સતકર્મમાં મનીષભાઈ રાઠોડ, રૂપલ બેન રાઠોડ, રાજેશભાઈ ગોહેલ તથા મનોજભાઈ ઝાલાએ સુંદર જહેમત ઉઠાવેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૭ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે, સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગરમાં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા "પ્રોજેક્ટ મુસ્કાન" દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ (મો. ૯૨૭૬૦-૦૭૭૮૬) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS