કોશિશ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા જેલમાં કેદીઓને માસ્ક, સેનિટાઈઝરનું વિતરણ

  • July 07, 2021 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના કોશિશ ફાઉન્ડેશનની સમાજ ઉપીયોગી કામોમાં કાબિલેદાદ કોશિશ

જામનગરના કોશિશ ફાઉન્ડેશનની સમાજ ઉપીયોગી કામોમાં કાબિલેદાદ કોશિશ રહી છે. ત્યારે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પગલે સંસ્થા દ્વારા જામનગરની જીલ્લા જેલ ખાતે કેદીઓને મદદરૂપ થવાના ભાવ સાથે આરોગ્યલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત જેલમાં સામાન્ય રોજિંદી જરૂરિયાત જેમકે માસ્ક, સેનીટાઇઝર, સાબુ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી કેદીઓમાં પણ જબરી જાગૃતત્તા આવી હતી.

આ અવસરે સંસ્થાના એડવાઈઝર જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ સહારાબેન મકવાણા, વૈભવ વસા,ડો.સુરભીબેન દવે,ઝાકીરહુશેનભાઈ ચિકોરિવાળા, મીનાક્ષીબેન શાહ રૂમાનાબેન કુંગડા,જુનેદભાઈ ધ્રોલીયા,નિશા ઐયર,યજ્ઞેશ નિર્મલ,હાજર રહયા હતા.વધુમાં આ તકે  પી. એચ .જાડેજા ઇન્ચાર્જ જેલ સુપ્રિટેન્ડન્ટ, એચ. એ .બાબરીયા જેલરના સહકાર બદલ સંસ્થા દ્રારા તેઓનો  આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS