મોદી, શાહ, પાટીલ અને મુખ્યમંત્રીના માસ્ક પહેરીને લોલીપોપનું વિતરણ

  • July 24, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેરોજગાર શિક્ષિત યુવાનો મહિલાઓ વગેરે માટે ભાજપ શાસિત દેશના અન્ય રાયોમાં જે મુજબની કલ્યાણકારી યોજનાઓ છે તેવી યોજના ગુજરાતમાં પણ શ થવી જોઈએ તેવી માગણી સાથે આજે આમ આદમી પાર્ટીની વિધાર્થી પાખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા બહત્પમાળી ભવનચોકમાં આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા અને રાજકોટના પ્રમુખ પ્રણવ ગઢવી સહિતનાઓની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ફેસ માસ્ક પહેરીને લોલીપોપ નું વિતરણ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ યોયો હતો.
આંદોલનકારીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર્રમાં લાડલા ભાઈ યોજના અને લાડલી બહેન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શિક્ષિત યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અનુસાર ૬,૦૦૦ થી ૮૦૦૦ અને અમુક કિસ્સાઓમાં ૧૦,૦૦૦ સુધીનું વળતર આપવામાં આવે છે. શિક્ષિત યુવતીઓને ૬,૦૦૦ થી ૧૫,૦૦૦ સુધીની નાણાકીય સહાય દર મહિને આપવાની જાહેરાત સરકારે કરી છે. ગુજરાતમાં યારે આવી માગણી કરવામાં આવે ત્યારે ભાજપ સરકાર મફત રેવડી જેવું નામ આપીને વાત નકારી કાઢે છે. ભાજપ એક બાજુ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે ત્યારે દેશના બે અલગ અલગ રાયોના યુવાનો સાથે આવી ભેદભાવ ભરી નીતિ કેમ?
આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે અને ત્યાં દર મહિને બહેનોને ૧,૫૦૦ ની સહાય આપવામાં આવે છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર માત્ર પિયા ૪૫૦ માં ગેસ સિલિન્ડર આપે છે આવી અનેક યોજનાઓ ભાજપ શાસિત અન્ય રાયોમાં છે. પરંતુ ગુજરાતમાં નથી. ગુજરાતની પ્રજા ૩૦ વર્ષથી ભાજપને બહત્પમતી આપે છે અને આમ છતાં ગુજરાતના યુવાનોની અવગણના કરવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application