મેંગોપીપલ પરીવાર દ્વારા સરકારી શાળાના બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

  • July 19, 2021 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે ત્યારે સરકારી શાળાના શિક્ષકો દવારા વંદનીય કાર્ય થઇ રહેલ છે. બાળકોનો અભ્યાસ ના બગડે તેના સરકારી શાળાના શિક્ષકો દ્વારા શેરી શાળા શરુ કરવામાં આવેલ છે. જેમાં સરકારી ગાઈડ લાઈનનો પૂર્ણ પણે અમલ સાથે બાળકોને અભ્યાસ અપાઈ રહ્યો છે.

કાલાવડ તાલુકાના સોરઠા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો જાદવ દિનેશકુમાર, રાણા મહાવિરસિંહ, સોલંકી ચમનભાઈ દ્વારા શેરી શાળા કાર્યરત હોઈ તે બાળકો મેંગોપીપલ પરીવાર દ્વારા સ્કૂલ બેગ, ફૂલ સ્કેપ ચોપડા અને અન્ય સ્ટેશનરી જેવી એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવેલ છે.

આ સતર્કમને સફળ બનાવવા માટે મનીષભાઈ રાઠોડ, રૂપલબેન  રાઠોડ અને મેંગોપીપલ પરીવારની સમગ઼ ટીમે સુંદર વ્યવસ્થા કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી રાજકોટ તથા જામનગરમાં ઝુપડપટ્ટી અને સ્લમવિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. તે આ બાળકો માટે અલગ અલગ સ્થળોએ  ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થાની વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ (મો. ૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS