ધ્રોલ જોડીયાની સામાજીક અધિકારીતા શિબીરમાં સાંસદ પુનમબેન માડમના હસ્તે ઉપકરણોનું વિતરણ

  • June 28, 2021 10:51 AM 

આ બન્ને શિબીરોમાં 418 દિવ્યાંગજનોને 864 સહાયક ઉપકરણો અપાયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દરેક નાગરિકને સમાન અધિકાર પ્રાપ્ત થાય તથા દિવ્યાગજનો આત્મનિર્ભર બની સમાજની મુખ્યધારામાં તેઓનું યોગદાન આપી, રાષ્ટ્ર વિાસમાં જોડાય તેવા પ્રયાસો ચરીતાર્થ થાય તે હેતુથી ભારત સરકારના સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ અને એલીમ્કોના સહયોગથી દિવ્યાંગજનોને એડીપ યોજના અંતર્ગત નિ:શુલ્ક સહાયક ઉપકરણો જામનગર દેવભૂમિ દ્વારકા સંસદીય મતવિસ્તારના જિલ્લામાં અર્પણ કરવા માટેના વિતરણના કાર્યક્રમો યોજાયેલ છે.

કડવા પટેલ સમાજ વાડી જોડીયા ખાતે અને જી.એમ. પટેલ ક્ધયા છાત્રાલય ધ્રોલ ખાતે સાંસદ પુનમબેન માડમના વરદહસ્તે સહાયક ઉપકરણોના વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જોડીયા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, માજી. ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, જિલ્લા ભાજપ અનુજાચતિ મોરચા પ્રમુખ ભીમજીભાઇ મકવાણા તથા અન્ય ચુંટાયેલા અધિકારીઓ અને કાર્યકતર્ઓિની ઉપસ્થિતિમાં જોડીયામાં 162 લાભાર્થીઓને 366 સહાયક ઉપકરણોનું વિતરણ કરાયા હતા. ધ્રોલ ખાતેસાંસદ પુનમબેન માડમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, માજી. ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, બી.એચ. ઘોડાસરા, નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા પોલુભા જાડેજા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન ગોમતીબેન મેઘજીભાઇ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય લગધીરસિંહ જાડેજા, તાલુકા ભાજપ પમુખ નવલભાઇ મુંગરા અને શહેર ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા અને શહેર ભાજપ પ્રમુખ સમીરભાઇ શુકલ વિગેરેની ઉપસ્થિતિમાં 256 લાભાર્થીઓને 498 સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવેલ હતું.

જામનગર દેવભૂમિ દ્રારકા જિલ્લામાં દિવ્યાંગજનોને જરી સહાયક સાધનો મળી રહે તે માટે જામનગર સાંસદ પુનમબેન માડમની જહેમત અનેસતત મોનીટરીંગ તથા ભારત સરકારમં સમયાંતરે રજુઆત તથા યોગ્ય પ્રયાસોથી જામનગર જિલ્લામાં દિવ્યાંગજનોને વિનામુલ્યે સહાયક સાધનનો લાભાર્થીઓને તબકકાવાર વિતરણના કાર્યક્રમો યોજાયેલ છે, હાલારના બન્ને જિલ્લાનાં 3805 દિવ્યાંગોને ા. 3 કરોડ 57 લાખની કિંમતના 6225 ઉપકરણોનું વિતરણ કરવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS