આજકાલ દ્વારા આયોજીત અને ઇન્ફીનીટી મની પ્રાયોજીત વુમન્સ પાવર એવોર્ડ ગઇકાલે જામનગરના જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કેશવારાસ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાયો હતો, અલગ અલગ ક્ષેત્રમાં પોતાના સંઘર્ષ અને સુઝબુઝથી સફળતાની શિખરે પહોંચીને જામનગરનું નામ રોશન કરનાર ર૧ મહિલાઓને એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવી હતી.
ખેઆખો કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો, રાજકીય અગ્રણીઓ, શહેરના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તમામના હસ્તે મહિલાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેનો વિશેષ અહેવાલ આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે પ્રસિઘ્ધ કરવામાં આવશે, પાસેની તસ્વીરમાં એવોર્ડ પ્રાપ્ત કરનારી મહિલાઓ સાથે સાંસદ પૂનમબેન માડમ, આજકાલના એડીટર ઇન ચીફ અને એમ.ડી. ચંદ્રેશ જેઠાણી, જમાવટ ફેઇમ મહિલા પત્રકાર દેવાંશી જોશી તથા ઇન્ફીનીટી ગ્રુપના વિનાયક મહેતા નજરે પડે છે. એવોર્ડ સમારંભ પૂર્ણ થયા બાદ મહિલાઓએ આ યાદગાર તસ્વીરમાં ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનો વિશેષ અહેવાલ આવતીકાલે પ્રસિઘ્ધ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application