જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં વાહન પાર્ક કરવાના મામલે તકરાર

  • April 13, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પિતા પુત્રી પર હુમલો: મહિલા સહિત ચાર સામે ફરિયાદ


જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં કાર લઇ ને નિકળેલા પિતા પુત્રી ને વાહન પાર્ક કરવાના મુદ્દે તકરાર થયા પછી તે જ વિસ્તારમાં રહેતી એક મહિલા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં  મયુર એવન્યુમાં રહેતા  માવજીભાઈ વેલજીભાઈ સોનગરા (૫૨ વર્ષ) પોતાની પુત્રીને ઇકો કારમાં બેસાડીને જામનગરના ગોકુલ નગર નજીક મથુરા નગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.


ત્યાં સ્થાનીક રહેવાસી વિક્રમસિંહએ પોતાના ઘર પાસે ફોરવીલ પાર્ક કરી હતી, જે વાહન સરખી રીતે પાર્ક કરવા માટે કહેવા જતાં આરોપી વિક્રમસિંહ અને તેના પરિવારના અન્ય ત્રણ સભ્યો ઉસકેરાઈ ગયા હતા, અને માવજીભાઈ સોનગરા અને તેની પુત્રી પર હુમલો કરી દીધો હતો.


જે હુમલા ના બનાવ અંગે માવજીભાઈ સોનગરાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં વિક્રમસિંહ તેમજ દિગપાલ સિંહ, રાહુલ, તેમજ ગીતાબા વગેરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય ની શોધ ખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application