પાડોશી મહિલાના ઘરમાં દંપતી સહિતના ચાર પાડોશી શખ્સોએ પથ્થર અને સોડા બોટલના ઘા કરી ઘરમાં નુકસાની પહોંચાડયાની પોલીસ ફરિયાદ
જામનગર માં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગરમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે વાહન પાર્ક કરવાના મુદ્દે તકરાર થઈ હતી, અને એક પાડોશી મહિલાના ઘરમાં દંપતી અને તેના પુત્ર સહિતના ચાર પાડોશીઓ ધોકા, લાકડી, પથ્થર અને સોડા બોટલ ના ઘા કરીને મકાનમાં ઘરવખરી તથા બારી બારણા ને નુકસાન પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર ત્રણ માં રહેતી રૂપલબેન દીપકભાઈ ફિચડીયા નામની ૪૦ વર્ષની વાણીયાસોની જ્ઞાતિની મહિલાએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઘરમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા અજય બાવાજી, તેની પત્ની અલ્પા અજયભાઈ, તથા બે પુત્ર હિતેશ અજયભાઈ અને વિવેક અજયભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓના મકાનની બહાર વાહન પાર્ક કરવાના મુદ્દે પાડોશીઓને વાંધો પડ્યો હતો, અને તકરાર કરી હતી. દરમિયાન ગઈકાલે ચારેય આરોપીઓ પોતાના હાથમાં લાકડી ધોકા પથ્થર અને સોડા બોટલ લઈને ઘરમાં ધસી આવ્યા હતા, અને બારી બારણા ના કાચમાં ધોકા પથ્થર વગેરે મારી તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી. ઉપરાંત ઘરવખરીમાં પણ તોડફોડ કરી એક મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો.
આથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે રૂપલબેન ની ફરિયાદ ના આધારે પાડોશી દંપત્તિ અને તેના બે પુત્ર સહિત ચારેય સામે ગુનો નોંધ્યો છે, અને હાલ ચારેય ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech