જામનગરના બેડી વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે તકરાર

  • June 21, 2021 11:25 AM 

બંને પક્ષે સામસામે હુમલામાં એક મહિલા સહિત છ વ્યક્તિને ઇજા: પોલીસે ગુના નોંધ્યા

જામનગરમાં બેડી વિસ્તારના બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે ધીંગાણું થયું હતું, અને સામસામા હુમલામાં બંને પક્ષે એક મહિલા સહિત છ વ્યક્તિ ઘાયલ થઈ છે. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં આઝાદ ચોક માં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા અકબર નુરમામદભાઈ વાઘેર નામના ૪૩ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના અસગર ઉપર તેમજ ઝીન્નતબેન પર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા ઈકબાલ ઈબ્રાહીમ છરેચા, અબ્બાસ અયૂબ તથા નિયાઝ  ઇકબાલ છરેચા સામે ફરિયાદ નોંધાવી છે. જૂની અદાવતના કારણે મનદુખ રાખી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જ્યારે સામાપક્ષે ઈકબાલ ઈલિયાસભાઈ છરેચા એ પોતાના ઉપર તેમજ નીયાજ અને ગુલામ હુસેન પર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશી હનીફ ઈબ્રાહીમ શેખ, કાદર હનીફ તથા અકબર નુરમામદ શેખ વગેરે સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સીટી બી ડિવિઝન પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને જી જી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS