મહુવા, ગાંધીનગર અને ગોધરાના ત્રણ સરકારી અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો

  • December 08, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાધીનગરના જૂના સચિવાલયમાં પંચાયત વિભાગમાં કામ કરતા એક અધિકારી પાસેથી લાખોની અપ્રમાણસર મિલકત ઝડપાઈ છે. આ મામલે ગુજરાત એસીબી દ્વારા ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અપ્રમાણ સર મિલકતોને લઈને સરકારી કર્મચારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે તાજેતરમાં એસીબીએ વર્ગ એક બે અને ત્રણના ત્રણ અધિકારીઓ સામે અપ્રમાણ મિલકતો અંગેનો ગુનો નોંધ્યો છે આ ત્રણેય પૈકીના એક અધિકારી વય નિવૃત્ત થઈ ચૂક્યા છે હજુ એન્ટી કરપ્શન બ્યુરોના લિસ્ટમાં બીજા ઘણા અધિકારીઓના નામ છે આ કાર્યવાહીના પગલે પાટનગરમા ખળભળાટ મચી જવા પામ્યો છે
જેમાં સુનિલ વસાવા નાયબ કલેકટર છે જે હાલ પંચાયત અને ગ્રામ ગૃહ નિમર્ણિ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે જ્યારે અરુણ પટેલ સર્કલ ઓફિસર મહુવામાં ફરજ બજાવે છે અને અશોક પટેલ જે ખોરાક ઔષધ નિયમન તંત્રમાં ગોધરા ખાતે ફરજ બજાવી તાજેતરમાં જ નિવૃત્ત થયા છે. ગાંધીનગરમાં પંચાયત વિભાગમાં જૂના સચિવાલયમાં કામ કરતા પંચાયત વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સુનિલ વસાવાની સામે આવક કરતા વધુ સંપત્તિ મળ્યાનો ગુનો નોંધાયો છે. માહિતી અનુસાર તેમની પાસેથી 88.84 લાખ રૂપિયાની વધારાની મિલકત ઝડપાઈ છે. મહત્વનું છે કે સુનિલ વસાવા ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં ફરજ બજાવે છે અને પંચાયત વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યરત એક ઉચ્ચ સરકારી અમલદાર છે. તેમની પાસેથી તેમની આવક કરતા 59 ટકા વધુ સંપત્તિ મળી આવી છે. આ મામલે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા પંચાયત વિભાગમાં કામ કરતા અધિકારીની તપાસ કરતા તેમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. સુનિલ વસાવાની સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય ગોંધરાના તત્કાલીન સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરની સામે પણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. અશોક પટેલ નામના અધિકારી પાસેથી પણ અપ્રમાણસર મિલકત મળી હોવાની જાણકારી સામે માહિતી પ્રમાણે આ અધિકારી પાસેથી 21.20 ટકા અપ્રમાણસરની સંપત્તિ મળી આવી છે.

સુરતના મહુવાના તત્કાલીન સર્કલ ઓફિસર સામે પણ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે. અરૂણ પટેલ નામના અધિકારી પાસેથી પણ 20.42 ટકા જેટલી આવક કરતા વધારે મિલકત ઝડપાઈ છે. જેના અનુસંધાનમાં એસીબી દ્વારા આ ફરિયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે સીબીએ કુલ છ કર્મચારીઓ વિરુદ્ધ ગુના નોંધ્યા છે જેમાંથી ચાર નિવૃત્ત થઈ ચૂક્યા છે.આ તમામ સરકારી કર્મચારીઓ પોતાની આવક કરતા 10% થી લઈને 20 ટકા સુધી વધુ મિલકતો વસાવી લીધી હોવાનું એસીબીના ધ્યાન પર આવ્યું છે એ સી બી એ અમદાવાદ સ્થિત મુખ્ય ઓફિસમાં તમામ ડેટા ભેગો કરવામાં આવ્યો હતો એનાલિસિસ બાદ એસીબીએસર ચોપરેશન હાથ ધરી અને વિવિધ પુરાવા ભેગા કરી ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application