ઠેબા ચોકડી પાસે ક્ષત્રિય યુવાનની હત્યામાં ડીસમીસ પોલીસ અને તેનો ભાઇ ઝડપાયા

  • May 25, 2021 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણતરીના કલાકોમાં એલસીબી દ્વારા સણોસરા પાટીયાથી દબોચી લીધા: કાર અને મોબાઇલ કબ્જે: બન્ને આરોપીની કોવીડ રીપોર્ટ માટે તજવીજ

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે વેબ્રીજ ખાતે રવિવારે સાંજે ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી, જામનગર એલસીબીની ટુકડીએ ગણતરીની કલાકોમાં બન્ને આરોપીને પકડી લીધા છે અને કોવીડ રીપોર્ટની તજવીજ હાથ ધરી છે, રેતીના ડમ્પરના ડ્રાઇવરોની અદલાબદલીના ચાલતા મનદુ:ખ સબબ બનાવ બન્યો હતો, ડીસમીસ પોલીસ અને તેના ભાઇને એક બાતમીના આધારે સણોસલા પાટીયા પાસેથી દબોચી લઇ મોબાઇલ અને કાર કબ્જે કરવામાં આવ્યા છે.

ફરીયાદી ગીરીરાજસિંહ મહોબતસિંહ જાડેજા તથા યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા સાથે આરોપીઓ ઇશ્વરસિંહ સતુભા જાડેજા, વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજાને અવારનવાર એકબીજાના ડમ્પરના ડ્રાઇવરોની અદલા બદલી બાબતે મનદુ:ખ ચાલતુ હોય,તેમજ સાહેદ પ્રદિપસિહ સોઢાનુ એકાદ વર્ષ પહેલા પાકીટ આરોપી ઇશ્વરસિંહ જાડેજા ના માણસએ લઇ લીધેલ હોય,જે બાબતે પ્રદિપસિંહ સોઢા સાથે ઇશ્વરસિંહ જાડેજાને મન દુ:ખ ચાલતા ધમકી આપેલ હતી.

ગત તા.23/05/2021 ના જામનગર કાલાવડ રોડ ઉપર ઠેબા ચોકડી પાસે ગોકુલ વે બ્રીજ પાસે ફરીયાદી ગીરીરાજસિંહ જાડેજા તેમના ભાઇ યુવરાજસિંહ જાડેજા હાજર હતા, આ દરમ્યાન આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા પોતાના કબજાની સ્વીફટ કાર નંબર જીજે.10.ડીએ.0056 લઇ આવી ખુરશી ઉપર બેઠેલ યુવરાજસિંહ જાડેજા સાથે સ્વીફટ કાર અથડાવી ગળાના ભાગે છરીનો ધા મારી તથા આરોપી વિરભદ્રસિહ જાડેજા એ ફરીયાદી તથા સાહેદને સાથે ઝપાઝપી કરી,આરોપીઓએ યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા ખૂન કરી નાશી ગયેલ હતા.જેઓ વિઘ્ધ જામનગર પંચ બી ડોવી. ઇપીકો કલમ-302, 307, 120(બી), 506(ર) તથા જી.પી.એકટ-135(1) થી ગુન્હો નોંધાયેલ હતો.

આ ખુનનો બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી,અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ.કે.જી.ચૌધરી નાઓને સુચના કરતા તેઓએ એલ.સી.બી. પો.સબ ઇન્સ કે.કે. ગોહિલ તથા બી.એમ.દેવમુરારી નાઓની અલગ અલગ ટીમો આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત કરવામાં આવેલ હતી.

ઉપરોકત બન્ને ટીમો આરોપી ની તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના અજયસિંહ ઝાલા તથા યોગરાજસિંહ રાણા ને હકિકત મળેલ કે, ગુનાના આરોપીઓ પડધરી હાઇવે રોડ તરફથી ધ્રોલ તરફ એન્ડેવર કાર નંબર જીજે.3.સીઆર.4440 મા આવી રહેલ છે જે આધારે ધ્રોલ રાજકોટ હાઇવે રોડ ઉપર સણોસરા પાટીયા પાસે વોચમા હતા, દરમ્યાન હકિકત વાળી એન્ડેવર કાર આવતા એલસીબી સ્ટાફએ હકિકત વાળી કારને કોર્ડન કરી આરોપીઓ ઇશ્વરસિહ સતુભા જાડેજા તથા વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા રહે.બન્ને નીર્મલનગર, જામનગર મુળ ગામ દોઢીયા તા.જી જામનગર નાઓ પકડી પાડી મજકુર બન્ને ઇસમો તેમજ તેમના હસ્તકના મોબાઇલ ફોન તેમજ ફોર વ્હીલ કાર હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી થવા માટે પંચ બી ડીવી પો.સ્ટે. ને સોપી આપેલ છે.

આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા વિધ્ધ અગાઉ મારામારી,રાયોટીંગ,જુગાર વિગેરે ના 7 ગુના નોધાયેલ છે. ગણતરીની કલાકોમાં પોલીસે હત્યારા ડીસમીસ પોલીસ અને તેના ભાઇને પકડી પાડી પૂછપરછ કરી હતી, બન્ને આરોપીના કોવીડ રીપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે, રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવ્ાાહી પંચકોશી બી પોલીસ દ્વારા કરવામાં આવશે.

આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરીની સુચનાથી પો.સ.ઇ. કે.કે. ગોહીલ તથા બી.એમ.દેવમુરારી તથા આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ભગીરથસિંહ સરવૈયા, ભરતભાઇ પટેલ, યશપાલસિહ જાડેજા નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, દિલીપભાઇ તલવાડીયા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ જાડેજા,પ્રતાપભાઇ ખાચર, બળવંતસિહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS