BREAKING NEWS

કેબિનેટની બેઠક મળી: વડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાત સહિતના મુદ્દા પર ચર્ચા

  • November 12, 2025 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૧૪ અને ૧૫ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ પ્રવાસને લઈને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી રહેલી કેબિનેટની બેઠકમાં મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં રાય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ બાદની પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા થઈ હતી.


બેઠકમાં સરકારે શ કરેલી ચાર જણસોની ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયાની સમીક્ષા પણ થઈ હતી. ખેડૂતોને ટેકાના ભાવનો લાભ સુનિશ્ચિત રીતે મળે તે માટેના પગલાં અંગે પણ ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત, રાયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, તેમજ દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં જાહેર કરાયેલા એલર્ટને ધ્યાને રાખી સુરક્ષા તંત્રની તૈયારીઓની સમીક્ષા પણ બેઠકમાં થઈ હતી.
૧૫મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેડિયાપાડા પ્રવાસના આયોજનની ચર્ચા સાથે બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે યોજાતી યાત્રા તથા સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની એકતા યાત્રા સંબંધિત તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.


આગામી ૧૪ ૧૫ નવેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેને લઈને અત્યારથી જ તાડમાર તૈયારી શ કરવામાં આવી છે રાય સરકારના અલગ અલગ અધિકારીઓ વડાપ્રધાન મોદીના સ્થળ નિરીક્ષણને લઈને અત્યારથી તૈયારીઓ શ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન અને મેટ્રો પ્રોજેકટને લઈને વિશેષ નિરીક્ષણ અર્થે વડાપ્રધાન મોદી કરવા જઈ રહ્યા છે જેને લઈને સુરત શહેર કલેકટર ડો એસ પારધી, મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્રારા સંકલન કરીને એરપોર્ટથી લઈને જે તે વિસ્તારમાં નિરીક્ષણ અર્થે જવાના છે તે વિસ્તારોનું અત્યારથી જ રોડ મેપ અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.


જેથી કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પોલીસ કમિશનર દ્રારા પોતાના અધિકારી સ્પેશિયલ કમિશનર જમીર વાબગં સંયુકત પોલીસ ક્રાઈમ વત્સ , સંયુકત કમિશનર ડામોર નાયબ પોલીસ કમિશનર રોજીયા રાજદિપસિંહ નકુમ તેમજ અન્ય અધિકારી સાથે શહેરમાં કાયદો વ્યવસ્થા અને બંદોબસ્ત સાથે એરપોર્ટ સુરક્ષા માટેની મીટીંગના દોર શ કરવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application