મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહી છે. દરમિયાન, ઈરાનની અંદર આંતરિક તણાવ ચાલુ છે. એવી અટકળો વહેતી થઈ છે કે ઈરાની રાષ્ટ્ર્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સુપ્રીમ લીડરના કાર્યાલયમાં પોતાનું રાજીનામું સુપરત કયુ છે. જોકે, રાષ્ટ્ર્રપતિ કાર્યાલયે રાજીનામાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.પેઝેશ્કિઆને તેમના પત્રમાં જણાવ્યું હતું કે ઈરાનમાં તેમના વહીવટને મુખ્ય નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાંથી બાકાત રાખવામાં આવ્યો છે, યારે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સમાં કટ્ટરપંથી
જૂથોએ મુખ્ય બાબતો પર નિયંત્રણ મેળવી લીધું છે. સાંપડી રહેલા અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે પેઝેશ્કિઆને લખ્યું છે કે આ પરિસ્થિતિઓમાં, તેઓ અસરકારક રીતે શાસન કરી શકતા નથી અથવા તેમની કાનૂની જવાબદારીઓ પૂર્ણ કરી શકતા નથી, અને તેથી તેમણે તાત્કાલિક રાષ્ટ્ર્રપતિ પદ છોડી દેવાની વિનંતી કરી છે.
જો કે ઈરાનના રાષ્ટ્ર્રપતિ કાર્યાલયના એક અધિકારીએ તેમના રાજીનામાના આ અહેવાલોને ફગાવી દીધા. રાષ્ટ્ર્રપતિ કાર્યાલયના સંદેશાવ્યવહાર અને માહિતીના નાયબ વડા, સૈયદ મહેદી તબતાબાઈએ જણાવ્યું હતું કે, પ્રસિદ્ધિના ભૂખ્યા લોકો દ્રારા રાષ્ટ્ર્રપતિ પદ અંગે આપવામાં આવેલા પાયાવિહોણા અને વિવાદાસ્પદ નિવેદનોને ગંભીરતાથી લેવા જોઈએ નહીં. કેટલાક ગેરમાર્ગે દોરનારા તત્વોના બાલિશ વર્તનથી એવી ખોટી વાર્તા ન બનાવવી જોઈએ કે યુવાનોમાં દેશનું સંચાલન કરવાની ક્ષમતાનો અભાવ છે.ઈરાન બુદ્ધિશાળી યુવાનોથી ભરેલો દેશ છે જેમને દેશનું અસરકારક રીતે નેતૃત્વ કરવાની તક આપવામાં આવી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application