ભાણવડ તાલુકાની ખેતીવાડી ઇનપુટ વિતરણ સબસીડીમાં વિસંગતતા

  • June 04, 2021 11:02 AM 

જિલ્લા પંચાયતના સદસ્ય કે.ડી. કરમુર દ્વારા રજૂઆત કરાઇ

ભાણવડ તાલુકામાં તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા ખેડૂતોને બિયારણ વિતરણમાં આપવામાં આવતી સબસીડીમાં ખૂબ જ વિસંગતતા જોવા મળી છે.

જેમાં હાલ મગફળી આખી જી-22 નંબરનું વિતરણ ચાલુ છે, તેમાં 30 કીલો માટે ા. રર00 ખેડૂતોએ ભરવા પડે છે, તે મુજબ ર0 કિલોના ા. 1466 થાય છે, જ્યારે ખુલ્લી બજારમાં અને સારી કવોલીટીની મગફળીનો ભાવ ા. 1રપ0 થી 13પ0 છે અને સરકારી મગફળીની કવોલીટી પણ નબળી છે.

આમ સરકારી બિયારણમાં સબસીડી બાદ કરતા ખેડૂતોએ જે પૈસા ભરવાના થાય છે તે સરખા ભાવે અથવા ઓછા ભાવે ખુલ્લી બજારમાંથી ખેડૂતોને સારી કવોલીટીનું બિયારણ મળી રહે છે. તો આ સબસીડીના નામે ખેડૂતોની સરકાર દ્વારા મજાક કરવામાં આવી રહી છે, જે બાબતે જિલ્લા પંચાયતમાં સભ્ય કે.ડી. કરમુર દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)