પાણી અને તેલને છૂટા પાડતું ઓલિયોફોબિક ફિલ્ટર શોધાયું

  • March 27, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નૈષધ કારીયા

'ડાંગે માર્યા પાણી કદી છૂટા ન પડે' તે વાત જેટલી સાચી છે તેટલી જ સાચી અને સનાતન સત્ય જેવી વાત એ છે કે પાણી અને તેલ એકબીજામાં ભળી ગયા પછી તેને છુટા પાડવાનું મુશ્કેલ નહીં, પરંતુ અશકય છે તેવી ધારણા અત્યાર સુધી લોકોમાં હતી. પરંતુ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ફિઝિકસ ડિપાર્ટમેન્ટના યુવા સંશોધકોએ આ વાત ખોટી સાબિત કરી દીધી છે અને જણાવ્યું છે કે પાણીમાં પડી ગયેલું તેલ છૂટું પાડી શકાય છે. યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્યને ખોટું સાબિત કરે તેવી આ શોધ કદાચ સામાન્ય માનવી માટે એટલું મહત્વ નહીં ધરાવતી હોય પરંતુ ઉધોગો અને તેમાં પણ ખાસ કરીને મરીન ક્ષેત્રે આ સંશોધન ભવિષ્યમાં ધૂમ મચાવશે તે વાતમાં સહેજ પણ શંકા નથી. યુવા સંશોધકો પણ પોતાની આ શોધની મહત્વતા બરાબર સમજે છે અને તેટલા માટે જ તેના પેટન્ટ રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયાઓ ચાલુ કરી દેવામાં આવી છે.

તા. ૦૩–૦૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ વડોદરાની એમ.એસ. ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે યોજાયેલ મેકર ફેસ્ટ ૨૦૨૪માં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ભૌતિક શાક્ર ભવનના વિધાર્થીઓ દ્રારા ઉત્કૃષ્ટ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભૌતિક શાક્ર ભવનની વિધાર્થીનીઓ નીતુ ચન્દ્રવડિયા, નમ્યા જોટાણીયા અને પલક દવે દ્રારા ઓલિયોફોબિક કોટિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. આ કોટિંગ ઓલિયોફોબિક તેમજ હાઇડ્રોફિલિક હોવાથી તેલ પાણીના અલગીકરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

ઔધોગિક ક્ષેત્રે તેલ–પાણીનું અલગીકરણ એક જટિલ સમસ્યા છે. આ સમસ્યાના ઉકેલ સ્વપ ઓલીયોફોબિક કોટિંગ બનાવવામાં આવ્યું છે. આ દિશામાં ભૌતિકશાક્ર ભવનની ફંકશનલ ઓકિસડે લેબના સંશોધકો ઘણા સમયથી કામ કરી રહ્યા છે.આ ઓલીયોફોબિક સપાટી નેનોપાર્ટિકલ્સ અને ઓર્ગનિક પોલિમર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જે પાણીને શોષી લેશે, પણ તેલને નહિ શોષે. માટે તેનો ઉપયોગ તૈલીય પદાર્થેા અને પાણીના અલગીકરણ માટે કરી શકાશે. આ કોટિંગ તેલીય પદાર્થેામાંથી પાણીને અલગ કરી તેલીય પદાર્થેાના પુન: ઉપયોગ તરફ લઈ જશે. તેલ –પાણીના અલગીકરણ દ્રારા ઘણા કેમીકલસનો પુન: ઉપયોગ સંભવ બનશે. જે પર્યાવરણની દ્રષ્ટ્રિએ તેમજ આર્થિક રીતે ખુબ જરી છે.
આ પ્રોજેકટને મેકર ફેસ્ટમાં સિલ્વર એવોર્ડ તેમજ સ્પેશિયલ રિકોાઈઝેશન એવોર્ડ પ્રાપ્ત થયા છે.

મેકર ફેસ્ટના બે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉધોગપતિઓ તેમજ સંશોધકોએ આ પ્રોજેકટની મુલાકાત લીધી હતી. તેમજ ખૂબ સારા ફીડબેક આપ્યા હતા. અમુક ઈન્ડસ્ટ્રીયાલિસ્ટસએ આ પ્રોજેકટસને પ્રોડકટ સુધી લઈ જવામાં ગંભીર રસ દાખવ્યો હતો.આ પ્રોજેકટ ભવિષ્યમાં મોટા સ્કેલ પર સમાજ ઉપયોગી થવાની ક્ષમતા ધરાવે છે.આ પ્રોજેકટ ભવનના અધ્યક્ષ ડો. નિકેશભાઈ શાહ , અધ્યાપક ડો. ડેવીટ ધ્રુવ તથા અધ્યાપક ડો. પિયુષ સોલંકીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા.રાષ્ટ્ર્રીય કક્ષાએ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સંશોધનને બિરદાવવામાં આવતા યુનિવર્સીટીના કુલપતિ નિલામબરીબેન દવે અને કુલ સચિવ રમેશભાઈ પરમારે અભિનંદન પાઠવેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News