પોરબંદરની ગોઢાણીયા બી.એડ. કોલેજમાં શિક્ષક સજ્જતા સેમિનાર યોજાયો હતો જેમાં એવુ જણાવાયુ હતુ કે શિક્ષકની સજ્જતા માટે શિસ્તની આવશ્યકતા મહત્વની છે.
પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ. કોલેજ ખાતે શિક્ષક સજ્જતા સેમિનારના પ્રારંભમાં ગોઢાણીયા બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ ડો. હિનાબેન ઓડેદરાએ કોલેજના વિકાસ અને બી.એડ. અભ્યાસક્રમ અને પ્રવૃત્તિની પરેખા આપી આવકાર્યા હતા.
આ પ્રસંગે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી કોમર્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. વિનીતભાઇ શર્માએ શિક્ષક સજ્જતા માટે શિસ્તને આવશ્યક ગણાવ્યુ હતુ. આ તકે જૂનાગઢ બરવાળા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. આર.જી. ભુવા, જૂનાગઢની સી.એલ. કોલેજના અધ્યાપક ડો. એ.કે. સાપરીયાએ આ સેમિનારમાં આદર્શ શિક્ષક બનવા, પાયોગિક શિક્ષણ વર્ગ વ્યવહારનું મહત્વ સમજાવ્યું હતું.ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ પ્રશિક્ષણાર્થીઓને સમાજમાં આદર્શ શિક્ષક તરીકેની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર જખરાભાઇ આગઠે પોતાની આગવી શૈલીમાં કર્યુ હતુ જ્યારે આભારવિધિ પ્રોફેસર બ્રિજેશ દેસારીએ કરી હતી. આ સેમિનારમાં ડો. ધવલભાઇ દવે, ડો. ખુશ્બુબેન જોષી, ડો. ખ્યાતિબેન વ્યાસ, જલ્પાબેન ઓડેદરા, જયભાઇ ઓડેદરા, સંધ્યાબેન વાજા, પરીક્ષિતભાઇ મહેતા, ઓફીસના વહીવટી અધિકારી વર્ષાબેન ગોઢાણીયા, ગ્રંથપાલ જાગૃતિબેન કારિયા સહિત બી.એડ. પ્રથમ સેમેસ્ટરના પ્રશિક્ષણાર્થી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech