કર્મચારી, મહિલાઓથી લઈ સામાન્ય માણસ માટે નિરાશાજનક બજેટ

  • February 01, 2021 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે નાણામંત્રી નિર્મલા સીતારમને દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટથી લોકોને ઘણી આશાઓ હતી. નિર્મલા સીતારમને કહ્યું હતું કે આ સદીનું સૌથી શ્રેષ્ઠ બજેટ હશે. તેવામાં આ બજેટ સાથે અનેક લોકોની આશાઓ જોડાયેલી હતી. જો કે બજેટ રજૂ થયા બાદ ઘણા લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે જ્યારે કેટલાક લોકોની આશા ફળી છે. ત્યારે જાણીએ કયા કયા લોકો માટે બજેટ લાભકારી સાબિત થયું છે.
 

આ વર્ષે બજેટનો સૌથી વધુ લાભ હેલ્થ સેલ્ટરને થયો છે. આ બજેટમાં 2.38 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય બજેટમાં 135 ટકાનો વધારો થયો છે. આ પહેલા આ બજેટ 94 હજાર કરોડ રૂપિયા હતું જે આ વર્ષે વધી અને 2.38 લાખ કરોડ રુપિયાએ પહોંચ્યું છે. 
 

જો કે આ વર્ષે બજેટમાં સીનીયર સિટીઝનોને રાહત મળી છે. 75 વર્ષથી વધુની વયના લોકોને હવે કોઈ ટેક્સ લાગશે નહીં. આ છૂટ માત્ર પેન્શન પર આપવામાં આવશે. એટલે કે 75 વર્ષથી વધુના લોકો જે ફક્ત પેન્શન પર ગુજરાન ચલાવે છે અને તેમની અન્ય કોઈ આવક નથી તેમને આ છૂટ મળશે. અન્ય કમાણી હશે તેમને ટેક્સમાંથી છૂટ મળશે નહીં. 
 

આ સિવાય વીમા ક્ષેત્રમાં પણ 74 ટકા સુધી એફડીઆઈનું એલાન કરવામાં આવ્યું છે. જે પહેલા 49 ટકા હતું. આ ઉપરાંત રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની ઘોષણા પણ કરવામાં આવી છે. બેન્કોમાં ફસાયેલા કરજને દૂર કરવા માટે એક અલગ કંપની બનશે જે ફસાયેલા કરજને બેન્કોમાંથી લઈ બજારમાં વેંચશે. આશા છે કે બેન્કીંગ અને ઈંસ્યોરન્સ સેક્ટરમાં તેનાથી રોજગારીની તકો પણ વધશે. 
 

આ બજેટ નોકરીયાત કર્મચારીઓ માટે ખરાબ સાબિત થયું છે. બજેટ તરફ આ વર્ગને ખૂબ આશા હતી. કલમ 80 હેઠળ મળતી છૂટની મર્યાદા વધારી 2.5 લાખની કમાણી પર મળનાર છૂટ વધે તેવી આશા હતી. કારણ કે છેલ્લા 7 વર્ષોથી તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા 2014માં ટેક્સની છૂટની મર્યાદા વધારે 2 લાખથી 2.5 લાખ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 
 

આ કારણે આ બજેટ સામાન્ય લોકો માટે કહી શકાય નહીં. આ બજેટમાં સામાન્ય માણસને લાભ કરે તેવી કોઈ ઘોષણા કરવામાં આવી નથી. આ સિવાય તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી અને સરચાર્જ લગાવી દેવાથી મોબાઈલ સહિત અનેક વસ્તુઓ મોંઘી થશે. સામાન્ય લોકો માટે આ બજેટ નિરાશાજનક રહ્યું છે. આ સિવાય આ બજેટમાં મહિલાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application