બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે રવેચી હોટલ સામે અજાણ્યા વાહને દિવ્યાંગ નિવૃત રેલવે કર્મચારી વાહનને ઠોકર લેતા તેમને માથાનાભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં ઘરે લઈ જતા અહીં બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા અહીં તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર આઇસરચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રેલનગર વિસ્તારમાં ઋષિકેશ પાર્ક શેરી નંબર–૧ બ્લોક ન.૨૦ માં રહેતા જીેશભાઈ જયસુખભાઈ જાની (ઉ.વ ૩૭) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અકસ્માતની આ ઘટના અંગે આઇસર નંબર જીજે ૦૧ ઇટી ૩૦૪૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જીેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે તેમના પિતા જયસુખભાઈ રમણીકલાલ જાની (ઉ.વ ૬૮) રેલવેમાં નોકરી કરતા હતા. ૪૦ વર્ષ પૂર્વે રેલવે અકસ્માતમાં તેમના બંને પગ કપાઈ ગયા હતા અને હાલ તેઓ નિવૃત્તિનું જીવન પસાર કરી રહ્યા હતા. તેઓ પાસે એકિટવા નંબર જીજે ૩ આઈસી ૧૦૯૯ વાળુ મોડીફાઇ કરેલું ચાર વ્હીલવાળું ઉપયોગ કરતા હતા.
ગત તા. ૬૯૨૦૨૪ ના જયસુખભાઈ તેમના મિત્રને મળવા માટે જતા હતા દરમિયાન માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચેના રોડ પર મૈસુર દેશળ ચોક રવેચી હોટલ સામે આઇશરે તેમના વાહનને હડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા જેથી ૧૦૮ મારફત તેમને સારવાર માટે પ્રથમ રેલવે હોસ્પિટલ ત્યારબાદ સ્ટલગ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. યાં તેમને હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.બાદમાં તારીખ ૮ ૯ ૨૦૨૪ ના અહીંથી રજા લઈને ઘરે લઈ ગયા હતા ઘરે જયસુખભાઈ ની તબિયત વધુ ખરાબ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. બાદમાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ લઈ જતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. જયસુખભાઈને સંતાનમાં બે પુત્ર છે. અકસ્માતમાં ઘરના મોભીને ગુમાવતા જાની પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તો બીજી તરફ આ ઘટનાને લઇ વૃદ્ધના પુત્રની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા આઇસર નંબર જીજે ૦૧ ટી ૩૦૪૭ ના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ. એ.એસ.મકરાણી ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech